આજે 14 એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે વિશ્વના શ્રેષ્ઠ બંધારણની ભેટ આપીને દેશની ખૂબ મોટી સેવા કરી છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયોના વિદ્વાન જ્ઞાતા હતા. તેમણે ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી હતી. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. ત્યારે આજે તેમની જન્મજયંતિની મોરબીમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વરત્ન, બૌદ્ધિસત્વ, દેશની નારીજાતિના જીવન ઉધ્ધારક, દેશના પ્રથમ કાયદાપ્રધાન, મહામાનવ એવા ડો.બાબા સાહેબ આંબેડકરની આજે જન્મજયંતિ છે. મોરબીમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મોરબીના વિવિધ ફ્લોટ્સ સાથે વિશાળ રેલી યોજાઇ હતી અને સાથે સાથે આતશ બાજી પણ કરાઈ હતી. આ રેલીમાં સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી. તેમજ હજારોની સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકો જોડાયા હતા.