થોડા સમય પહેલા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમૃત કળશ યાત્રા અને અમૃતવાટિકા ના નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત દેશભરમાં અમૃત કળશ યાત્રા કાઢવામાં આવશે દેશના ગામેગામ થી અને શહેરોથી માટી લઈને 7500 કળશમાં માટી લઈને આ યાત્રા દેશની રાજધાની દિલ્હી પહોંચશે.આ યાત્રા દેશના અલગ અલગ ભાગોમાંથી માટીની સાથે છોડ પણ લઈને આવશે દેશભરમાંથી આવેલી આ માટી અને છોડ દ્વારા રાજધાની દિલ્હીમાં અમૃત વાટિકા નું નિર્માણ કરવામાં આવશે. આ અમૃત વાટિકા એક ભારત શ્રેષ્ઠ ભારતનું ભવ્ય પ્રતિક બની રહેશે. આવતા 25 વર્ષ અમૃતકાળ માટે પંચ પ્રાણ હશે તેના ભાગરૂપે મેરી માટી મેરા દેશ અભિયાનનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ છે ત્યારે શકત શનાળા ગ્રામ પંચાયત અને શકત શનાળા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા આયોજિત મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં હકુમતસિંહ જાડેજા (પીઆઇ એ ડિવિઝન મોરબી) ડી.બી.ઠક્કર (ટ્રાફિક પી.એસ.આઇ મોરબી) દેવાયતભાઈ ગોહિલ (સીટી ટ્રાફિક કોન્સ્ટેબલ મોરબી) શકત સનાળા ગ્રામ પંચાયતના સરપંચ સોનલબેન પ્રફુલભાઈ બાવરવા ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ કરણુભા ઝાલા ગ્રામ પંચાયતના સદસ્યઓ ગામના આગેવાનો ગ્રામજનો વિદ્યાર્થીઓના વાલીઓ વિદ્યાર્થીઓ તથા ત્રણેય શાળાના શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કલ્પેશભાઈ ફુલતરિયા દ્વારા કરવામાં આવ્યું.ત્યારબાદ વીરોના બલિદાન અને યોગદાન ને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપતા શિલાફલક તખતીનું અનાવરણ હકુમતસિંહ જાડેજા સાહેબ તથા મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું.
ત્યારબાદ આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારતની આઝાદીના 75 વર્ષની સ્મારક ઉજવણી છે. ત્યારે જેમણે આવતીકાલ માટે પોતાની આ જ ગુમાવી દીધી છે તેવા વીર બહાદુરો સૈનિક જવાનોને વંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ત્યારબાદ ઉપસ્થિત સૌએ હાથમાં ગામની માટી અને દીવાઓ પ્રજ્વલિત કરી પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી.ત્યારબાદ શકત શનાળા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ કરણુભા ઝાલા ના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજી સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું.કાર્યક્રમના સમાપન પ્રસંગે ગામના તળાવ કાંઠે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.આ પ્રસંગે ઉપસ્થિત ડી.બી. ઠક્કર (ટ્રાફિક પીએસઆઇ મોરબી) દ્વારા આ કાર્યક્રમમાં બોળી સંખ્યામાં ભાગ લેવા બદલ તેમજ ગ્રામ પંચાયત અને શાળા પરિવારને અભિનંદન પાઠવી પ્રાસંગિક ઉદબોધન રજૂ કર્યું.
આભાર વિધિ શાળાના આચાર્ય દ્વારા કરી કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યો.સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન પ્લોટ શાળાના મદદનીશ શિક્ષક હર્ષદભાઈ મારવણીયા દ્વારા કરવામાં આવ્યું.કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સૌએ તિથિભોજન નો લાભ લઈ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.