વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પૂજન કરી સન્માન વ્યક્ત કર્યું, સત્યનારાયણ કથા અને યજ્ઞનું પણ આયોજન.
મોરબી: સાર્થક વિદ્યામંદિરમાં ૧૪મી ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે ના દિવસને માતા-પિતા પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા માતા-પિતાના મહત્ત્વને પ્રજ્વલિત કરવા અને પરિવારના સંસ્કારોને મજબૂત કરવા માટે આ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતા સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ શ્રદ્ધા અને સમર્પણભાવથી માતા-પિતાના ચરણોમાં નમન કર્યું અને તેમની આરતી ઉતારી હતી. પૂજન બાદ સત્યનારાયણ ભગવાનની કથાનું અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન યજ્ઞ પણ ચાલુ રાખી શુભ સંસ્કારો અને માતા-પિતા પ્રત્યેની ભક્તિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. માતા-પિતા પૂજન દરમીયાન જ્યારે બાળકો માતા-પિતાને પ્રેમ અને આદરથી ભેટયા, ત્યારે હૃદયસ્પર્શી દ્રશ્યો સર્જાયા હતા.