ટંકારા ખાતે આગામી ૧૦ ફેબ્રુઆરી ને સોમવારે વિશ્વકર્મા જયંતિ પ્રસંગે સમસ્ત ગુર્જર સુતાર તથા લુહાર સુતાર જ્ઞાતિ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
વિશ્વકર્મા જયંતિ મહોત્સવ પ્રસંગે ટંકારા સમસ્ત ગુર્જર સુતાર અને લુહાર સુતાર દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી ચાલતી પરંપરા અનુસાર તા. ૧૦ ફેબ્રુઆરી ને સોમવારના રોજ સવારે ૯:૧૫ કલાકે ભગવાન વિશ્વકર્મા દાદાનુ પુજન અર્ચન કરવામાં આવશે. ત્યારબાદ જ્ઞાતિ જનો સાથે સવિસ્તાર ટ્રસ્ટ અંગે વિગતો આપી જ્ઞાતિબંધુ સાથે ગોષ્ઠી મંત્રણા કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમ મોતીભાઈ વિરજીભાઈ બકરાણીયા પરીવાર ની વાડી ખાતે યોજાશે અંતમા જ્ઞાતિ બંધુઓ સાથે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ અમૃતલાલ કારેલીયા, નવીનભાઈ બકરાણીયા, મંત્રી અશોકભાઈ ભાલારા સહિતના સભ્યો અને જ્ઞાતિજનો દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે.