ટંકારા તાલુકા મથકે આરોગ્ય ક્ષેત્રમાં એક મોટું પગલું ભરાયું છે. આજે ચિખલિયા હોસ્પિટલનો ભવ્ય શુભારંભ થયો હતો. બેંક ઓફ બરોડાની પાછળ, લતીપર ચોકડી નજીક રાજકોટ-મોરબી હાઇવે પર સ્થિત આ અદ્યતન હોસ્પિટલ હવે તાલુકા તેમજ આસપાસના ગામોના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થવાની છે.
આ હોસ્પિટલમાં એમડી ડો. દિપ વી. ચિખલિયા, ડૉ. પ્રિયાંશી દિપ ચિખલિયા (MBBS), ડૉ. પાર્થ એ. કણસાગરા, ડૉ. નીલ અધરા અને પંથકના પ્રિય નામાંકિત નિવૃત મેડિકલ ઓફિસર ડૉ. વી.બી. ચિખલિયા (CEO) સહિતની અનુભવી અને સમર્પિત ડૉક્ટરોની ટીમ દ્વારા ૨૪ કલાક તાત્કાલિક સારવાર ઉપલબ્ધ રહેશે.
અહી ૭ બેડની સુવિધા સાથે અત્યાધુનિક આઈ.સી.યુ. નવજાત બાળકો માટે આઈ.સી.યુ. અને કાચની પેટી (ઇન્ક્યુબેટર) બે અદ્યતન ઓપરેશન થિયેટર અને લેબર રૂમ સોનોગ્રાફી, 2D ઈકો, ઈસીજી અને એક્સ-રે સુવિધા કુલ ૫૦થી વધુ બેડ સાથે જનરલ વોર્ડ અને સ્પેશિયલ રૂમ ફિઝિયોથેરાપી અને લેબોરેટરી વિભાગ સતત વીજ પુરવઠા માટે પાવર બેકઅપ (જનરેટર સુવિધા)
હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ચિખલિયા પરિવાર ટંકારા જીવદયા માટે કાર્યરત સંસ્થા પાંજરાપોળ ખાતે પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે જીવદયા માટે ઉદાર અનુદાન આપ્યું હતું. આ પ્રસંગે ટંકારા તાલુકા તેમજ આસપાસના ગામોના નાગરિકો, રાજ્યભરના ખ્યાતનામ ડૉક્ટરો, રાજકીય, સામાજિક અગ્રણીઓ તથા અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ચિખલિયા હોસ્પિટલના શુભારંભ સાથે ટંકારા વિસ્તારમાં તાત્કાલિક અને ગુણવત્તાસભર સારવારની નવી શરૂઆત થઈ છે, જે તાલુકા માટે આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ મીલો પથ્થર સાબિત થશે.