હળવદ વિશ્વાસ હોમ્સ સોસાયટી બની રામમય,સોસાયટી ના તમામ 100 જેટલા મકાનમાં ધ્વજારોહણ કરાયું,અયોધ્યામાં રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ લયને અનેરો ઉત્સાહ
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને હવે ગણતરીનો કલેકો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર પંથકમાં ભક્તો શ્રીરામ આગમનની ઉજવણીને આખરી આપ્યો હતો રામભક્ત દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ કરીને ધામધૂમ પૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા થનગ બની રહ્યા છે ત્યારે હળવદ પંથકમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું છે.હળવદમા વિશ્વાસ હોમ્સ સોસાયટી બની રામમય વાતાવરણ ઉભું કર્યું હતું સોસાયટી ના તમામ 100 જેટલા મકાનમાં ધ્વજારોહણ કરાયું.સાથે દીપ પ્રજ્વલિત.હર ધર રંગોળી સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.અયોધ્યામાં રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ લયને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
હળવદ વિશ્વાસ હોમ-૨ ભવ્ય રામધૂન સંકિર્તન મહા પ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે સવારથી સાંજ સુધી ભજન કિર્તન સહિત કાર્યક્રમ અને સાંજે ભવ્ય મહાપ્રસાદ આયોજન કર્યું તો હળવદ ની ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.હળવદ રાણકપર રોડ પર આવેલ આવેલ વિશ્વાસ હોમ-૨ ભવ્ય રામધૂન સંકિર્તનનો કાર્યક્રમ તા. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ધાર્મિક મહોત્સવની ઉજવણી કરાશે જેમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ભવ્ય રામધધુન બપોરના ૨ થી સાંજના ૬ વાગ્યા સુધી યોજાશે ત્યાર બાદ મહા પ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો લાભ લેવા આયોજક વિશ્વાસ ગ્રુપ હળવદ દ્વારા ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામા આવ્યું છે.