Monday, May 20, 2024
HomeGujaratમોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ NGO દ્વારા દ્વિતિય સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન યોજાયા

મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ NGO દ્વારા દ્વિતિય સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન યોજાયા

મોરબીની અનસ્ટોપેબલ વોરીયર્સ ટ્રસ્ટ એક એવી સંસ્થા છે જે સમતા,સમાનતા,એકતા, બંધુતા અને ભાઈચાર સાથે કામ કરી રહી છે. ત્યારે મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલા રામેશ્વર ફાર્મ ખાતે અનસ્ટોપેબલ વોરિયર્સ ટ્રસ્ટ દ્વારા દ્વિતિય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ સમૂહલગ્નમાં ૧૧ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સંતો મહંતો અને રાજકીય સામાજીક અગ્રણીઓ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. લગ્નમાં અનેક દાતાઓએ પોતાની કિંમતી ધનરાશિ અર્પણ કરેલ હતી નવદંપતિઓને કરિયાવર પેટે અનેક વસ્તુઓ આપવામાં આવી હતી. તેમજ નવદંપતિઓને જીવનમાં ઉપયોગી એવી ભગવદગીતાની પણ ભેટ આપવામાં આવી હતી. આ સમુહ લગ્ન સાથે સંસ્કાર બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નમાં તમામ દાતાઓ અને મોરબીના તમામ પત્રકારોનું સન્માન કરાયું હતું.

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ બહેનો સંચાલિત ગ્રુપ છે ગ્રુપની બહેનો વર્ષ દરમિયાન અનેક સેવાકિય પ્રવૃતિઓ કરે છે. જન્મદિવસની અનોખી રીતે ઉજવણી, બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા, બહેનો માટે વોકેશનલ ટ્રેનિંગ વ્યવસાયિક શિક્ષણ, જરૂરિયાતમંદ લોકોની મદદ, ૨૪×૭ કલાક ઇમરજન્સી બ્લડની વ્યવસ્થા સહિતની અનેક સેવાના કાર્યો કરી રહી છે. ત્યારે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલનો જન્મદિવસ હોય અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના હંમેશા જન્મદિવસને અનોખી રીતે ઉજવવા ઉદ્દેશ રહ્યો છે.તેમના જન્મદિવસ નિમિત્તે ૧૧ દિકરીઓના સમૂહ લગ્ન, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રુપની બહેનો તથા સમગ્ર ટીમની રાત-દિવસની મહેનતથી સમૂહ લગ્નનું સુંદર અને સફળ આયોજન થયું હતું.આ પ્રસંગે નકલંકધામ બગથળાના સંત દામજી ભગત અને મોરબી- માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,ગિરિશભાઈ સરૈયા તેમજ નિવૃત ફૌજીઓએ ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોય શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન મોરબીના જાણીતા અને માનીતા એંકર દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!