સમગ્ર દેશ હાલમાં ગણેશ ઉત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે મોરબીમાં પણ ઠેર ઠેર વિવિધ રીતે ગણપતિ મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે.
જેમાં મોરબી ના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ પારેખ શેરીમાં યુવાનો દ્વારા મંદિર ચોક કા રાજા ગણેશ મહોત્સવનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દરરોજ સાંજે ગણપતિ બાપ્પા ની આરતી યોજવામાં આવે છે તેમજ વિવિધ જાતના પ્રસાદ ધરવામાં આવે છે.છેલ્લા નવ વર્ષથી મંદિર ચોક કા રાજા ગણપતિ ઉત્સવ યોજાઇ રહ્યો છે ત્યારે દરેક ધર્મપ્રેમી જનતા ને આ મંદિર ચોક કા રાજા ગણપતિ બાપાના દર્શન કરવા માટે પધારવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.