Monday, October 14, 2024
HomeGujarat૧૬ ઓક્ટોબરે મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ માટે "શરદોત્સવ"નું ભવ્ય આયોજન

૧૬ ઓક્ટોબરે મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ માટે “શરદોત્સવ”નું ભવ્ય આયોજન

વરિયા પ્રજાપતિ સમાજના ખેલૈયાઓ માટે રાસગરબા સ્પર્ધાનું પણ આયોજન

- Advertisement -
- Advertisement -

મોરબી : ગત વર્ષની જેમ આ વર્ષે પણ વરિયા પ્રજાપતિ સમાજની શૈક્ષણિક સંસ્થા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળનાં લાભાર્થે તેમજ સમસ્ત વરિયા પ્રજાપતિ પરિવાર સાથે રાસ ગરબાનો આનંદ માણી શકે તે માટે શરદ પૂનમની રાત્રિના ભવ્ય “શરદોત્સવ 2024″નું જાણીતી લાઈવ ઓરકેસ્ટ્રા સાથે આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજન શરદ પૂનમની રાત્રિના તારીખ 16 ઓક્ટોમ્બર 2024, બુધવારે રાત્રે 9.30 વાગ્યે રેમન્ડ પાર્ટી પ્લોટ, જિલ્લા સેવા સદનની પાછળ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે. આ “શરદોત્સવ 2024″માં સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મોરબી ઉપરાંત થાન, વાંકાનેર, રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં રહેતા વરિયા પ્રજાપતિ સમાજના લોકો પરિવાર સાથે ભાગ લેવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.

તેમજ “શરદોત્સવ 2024” ખેલૈયા માટે બેસ્ટ પ્રિન્સ, પ્રિન્સેસ, વેલ ડ્રેસની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 15 વર્ષની નીચે અને 15 વર્ષથી ઉપર બે કેટેગરીમાં ભાઈઓ અને બહેનોની અલગ અલગ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવા આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ટ્રેડિશનલ ડ્રેસ પેહરીને આવવું ફરજિયાત છે. અને સ્થળ પર જ સ્પર્ધકે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ જ્ઞાતિજનો માટે દૂધ પૌવાની પ્રસાદી રાખવામાં આવી છે. આ કાર્યક્રમનું આયોજન ફકત પ્રજાપતિ સમાજ માટે જ કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!