મોરબીમાં સન સીટી ગ્રાઉન્ડ, રવાપર-ઘુનડા રોડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા આગામી ૧૯ થી ૨૫ ડિસેમ્બર,૨૦૨૨ સુધી શ્રી હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ.પૂ. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી – અથાણાવાળા કથાના પઠન કરશે.
મોરબી સત્સંગ સમાજ દ્વારા જણાવ્યા અનુસાર, તા. ૧૯-૧૨-૨૦૨૨, સોમવાર થી તારીખઃ ૨૫-૧૨-૨૦૨૨, રવિવાર સુધી સાત દિવસ પૂજય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (સાળંગપુરધામ)નાં મુખેથી મોરબીનાં આંગણે શ્રી હનુમાન ચાલીસા કથામા રસપાન કરવાનો લહાવો મળશે. ત્યારે આ કથામાં ભવ્ય તથા દિવ્ય પોથીયાત્રા તથા કથામાં આવતા બધાજ પ્રસંગો મોરબીવાસીઓને સાથે મળીને ભવ્યતિભવ્ય રીતે ઉજવશે. આ સત્કાર્ય યજ્ઞ સેવાભાવી કાર્યકર્તાઓને સાથ અને સહકારથી સંપન્ન થાય અને ભવ્ય આયોજન થાય એવો આયોજકોનો દીલનો ભાવ છે, તો ભવ્ય જ્ઞાનયજ્ઞનો લાભ લેવા અવશ્ય પધારવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ કાર્યક્રમની રૂપરેખાની વાત કરવામાં આવે તો પોથી યાત્રા તારીખઃ ૧૯-૧૨-૨૦૨૨, સોમવાર, સાંજે ૭-૦૦ કલાકે ઇડન ગાર્ડન, કર રોડ મોરબી થી કથા ગ્રાઉન્ડ સુધી નીકળશે. જ્યાં રાત્રે ૮-૩૦ કલાકે, સંતોના વરદ્ હસ્તે એવં કથાનાં યજમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવશે. અને રાત્રે ૮-૩૦ કલાકે કથા પ્રારંભ થશે. જે બાદ તારીખઃ ૨૪-૧૨-૨૦૨૨, શનિવારના રોજ અન્નકુટ ઉત્સવ મનાવવામાં આવશે.અને તે જ દિવસે હનુમાન જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ૫૧ કિલો. ચોકલેટ કેડબરી દાદાને ધરાવવામાં આવશે, ૧૦૮ કિલો. પુષ્પવર્ષાથી હનુમાનજી મહારાજના સંતો-ભક્તોને વધાવવામાં આવશે. અનેક પ્રકારના હનુમાનજી અને વાનરસેના ના દર્શન થસે, સમગ્ર સભા મંડપને કુલો અને ફુગ્ગાઓથી સજાવવામાં આવશે. જે બાદ તારીખઃ ૨૫-૧૨-૨૦૨૨, રવિવારના રાત્રે ૧૧-૩૦ કલાકે કથા પુર્ણાહુતી થશે. તેમ મોરબી સત્સંગ સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું.