Sunday, October 4, 2026
HomeGujaratમોરબીમાં ‘હું પણ રક્તદાતા, હર ઘર રક્તદાતા’ના સંદેશ સાથે રક્તસેવક બાઈક રાઈડનું...

મોરબીમાં ‘હું પણ રક્તદાતા, હર ઘર રક્તદાતા’ના સંદેશ સાથે રક્તસેવક બાઈક રાઈડનું ભવ્ય સ્વાગત

સ્વામિનારાયણ મંદિર ખાતે અનેક વખત રક્તદાન કરનાર રક્તદાતાઓનું સન્માન: એક મહિના સુધી ગુજરાતના ૩૪ જીલ્લામાં જાગૃતિ અભિયાન

- Advertisement -
- Advertisement -

મોરબીમાં રક્તદાન અંગે જનજાગૃતિ ફેલાવવા સાબરમતી આશ્રમથી નીકળેલી રક્તસેવક બાઈક રાઈડનું સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઈક રાઈડરો દ્વારા રક્તદાન, માર્ગ સુરક્ષા, થેલેસેમિયા-સિકલ સેલ અને પોતાના બ્લડ ગ્રુપ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. પ્રસંગે અનેક વખત રક્તદાન કરનાર રક્તદાતાઓનું સન્માન કરાયું હતું.

મોરબીમાં ‘હું પણ રક્તદાતા, હર ઘર રક્તદાતા’ના સંદેશ સાથે રક્તસેવક બાઈક રાઈડ રેલીનું આગમન થતાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાબરમતી આશ્રમથી તા. ૧ ઓક્ટોબરના રોજ પ્રસ્થાન કરેલી આ બાઈક રાઈડ તા. ૨ ઓક્ટોબરના રોજ મોરબી પહોંચી હતી. સમર્પણ હોસ્પિટલથી શરૂ થયેલી રાઈડ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી રક્તદાન માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. બાઈક રાઈડમાં ડો. મનીષકુમાર વિડજા, રાજેન્દ્રભાઈ વાઘેલા અને ૧૨૨ વખત રક્તદાન કરી ચૂકેલા ધર્મેન્દ્રભાઈ પટેલ જોડાયા હતા. રક્તદાન ઉપરાંત માર્ગ સુરક્ષા, ટ્રાફિક શિસ્ત, અકસ્માત નિવારણ, થેલેસેમિયા-સિકલ સેલ તથા દરેક વ્યક્તિ પોતાના બ્લડ ગ્રુપની જાણકારી રાખે તે અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

મોડી સાંજે જી.આઈ.ડી.સી. શનાળા રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે બાઈક રાઈડનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પુરાણી સ્વામી, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાની ઉપસ્થિતિમાં વિપુલભાઈ પડસુંબિયા, કાંતિલાલ વૈષ્ણવ, મેઘજીભાઈ પરમાર, મનુભાઈ જાકાસણીયા, મહાદેવભાઈ રંગપડિયા અને રાવતભાઈ કાનગડ સહિતના રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ડો. મનીષ વિડજાએ રક્તની જરૂરિયાત પૂરી કરવા અંગે વિવિધ ઉપાયો અંગે ચર્ચા કરી હતી. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રક્તસેવકોના કાર્યને બિરદાવી જરૂરી સહકારની ખાતરી આપી હતી. આ બાઈક રાઈડને મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સમર્પણ હોસ્પિટલથી પ્રસ્થાન કરાવ્યું હતું.

સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામીએ બાઈક રાઈડરોને આશીર્વચન પાઠવી રૂપિયા એક લાખની ધનરાશિ અર્પણ કરી હતી. આ રાઈડ ગુજરાતના ૩૪ જીલ્લામાં એક મહિના સુધી ફરી તા. ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્ણ થશે. કાર્યક્રમના આયોજનમાં પુરાણી સ્વામી, રમેશભાઈ મકાસણા, દિનેશભાઈ વડસોલા સહિત હરિભક્તોએ જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!