પરિણીત મામાની દીકરી એવી બે સંતાનની માતા સાથે પ્રેમસંબંધ કરવો પડ્યો મોંઘો
ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા ફૈબાના અપરિણીત દીકરા સાથે સગી મામાની દીકરી પરિણીત બહેન એવી બે સંતાનની માતાને પ્રેમસંબંધ હોય જેથી લગ્ન કરવાની જીદ પકડી મામાની દીકરી સહિતના પરિવાર દ્વારા ફૈબાના દીકરાને અને તેના દાદા દાદી તથા કાકાને લાકડાના ધોકા તથા ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો ત્યારે ઇજાગ્રસ્ત દાદી દ્વારા તમામ આરોપીઓ સામે ટંકારા સિવિલ હોસ્પિટલના બિછાનેથી ફરિયાદ નોંધાવવામાં આવી છે, ત્યારે પોલીસે હાલ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા જયાબેન આલાભાઈ દલાભાઈ ચાવડા ઉવ.૬૦ એ ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતેથી આરોપી લક્ષ્મીબેન હીરાભાઈ ચૌહાણ, સુરેશ હીરાભાઈ ચૌહાણ, સવિતાબેન હીરાભાઈ ચૌહાણ તથા મીલન પોપટભાઈ જાદવ રહે. બધા મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરિયાદી જયાબેનના પૌત્ર રાહુલને તેના મામાની દિકરી લક્ષ્મી સાથે પ્રેમસબંધ હોય જે લક્ષ્મીના લગ્ન અગાઉથી થયેલ હોય અને સંતાનમા બે દિકરા હોય ત્યારે આ લક્ષ્મીબેન દ્વારા લજાઈ ગામે ઘરે આવી રાહુલ સાથે લગ્ન કરવાની જીદ પકડી બોલાચાલી કરતી હોય ફરિયાદી જયાબેન તથા તેમના પતિ એટલે કે રાહુલના દાદા-દાદીએ લગ્ન ન કરવા અંગે સમજાવતા જે બાબતે સારું નહીં લાગતા બનાવના બીજા દિવસે રાત્રીના આરોપી લક્ષ્મીબેન તેના ભાઈ સુરેશભાઈ તથા માતા સવિતાબેન તેમજ અન્ય એક આરોપી મિલનભાઈ સાથે લજાઈ ગામે આવી ફરી આ લક્ષ્મીબેન રાહુલ સાથે બોલાચાલી કરી લગ્ન કરવાની જીદ કરતી હોય તેથી રાહુલ સાથે બોલાચાલી ન કરવા કહેતા ઉપરોક્ત ચારેય આરોપીઓએ જયાબેન તેમના પતિ તથા તેના પુત્ર અમૃતભાઈ તથા પૌત્ર રાહુલને ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારતા હોય જેથી દેકારો થતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા ચારેય આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ ઉપરથી જતા રહ્યા હતા. માર મારવાના બનાવને કારણે જયાબેનને શરીરે વધારે દુખાવો થતા તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં હોય ત્યારે હોસ્પિટલના બિછાનેથી ચારેય આરોપીઓ સને ફરિયાદ નોંધાવવામાં આવી છે.