જે બનાવની વિગત મુજબ માળીયા -મોરબી હાઇવે પર આવેલ જુના નાગડાવાસ ગામ ના પાટિયા પાસે પ્રેમજીભાઈ જેરામભાઈ ભીમાણી (ઉ.વ ૬૦ રહે.હાલ અમરનગર મુ. રહે.હરિપર) વાળા પોતાના પૌત્ર સાથે મોટરસાઇકલ નં GJ-36-AB-3807 લઈને જતા હતા તે દરમિયાન રામદેવ હોટેલ નજીક રોડ ક્રોસ કરતા હતા ત્યારે અચાનક સામેથી બેફિકરાઇ થી ડમ્પર ચલાવીને આવતા અજાણ્યા ડમ્પર ચાલકે ફરિયાદીના મોટરસાઇકલ ને હડફેટે લેતા બન્ને ફસડાઈ પડ્યા હતા જેમાં મોટરસાઇકલ માં પાછળ બેસેલ ફરિયાદીના પૌત્ર મુનાભાઈ ખોડાભાઈ ભીમાણી (ઉ.વ.૧૬) નું માથું ડમ્પર ના ટાયર હેઠળ આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતુ જ્યારે આ અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.
જેથી મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


 
                                    






