Friday, December 27, 2024
HomeGujaratમોરબી જિલ્લાના શિક્ષકોના પગાર ભથ્થા તફાવત માટે શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટ ફાળવણી

મોરબી જિલ્લાના શિક્ષકોના પગાર ભથ્થા તફાવત માટે શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટ ફાળવણી

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 3400 જેટલા પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણ અને નિવૃત્તિ બાદના લાભો માટે જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં શિક્ષણ વિભાગ તરફથી તમામ જિલ્લાઓમાં ગ્રાન્ટ ફાળવેલ હતી પરંતુ શરતચૂકથી મોરબી જિલ્લામાં ગ્રાન્ટ ફાળવવાની બાકી રહી ગઈ હોય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના કાર્યકર્તાઓએ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની ગાંધીનગર ખાતે મુલાકાત લઈ મોરબી જિલ્લાને ગ્રાન્ટ ફાળવવા રજુઆત કરી હતી.

- Advertisement -
- Advertisement -

રજુઆતને ધ્યાને લઈ મંત્રીએ શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવને મોરબી જિલ્લાને ગ્રાન્ટ ફાળવવા બાબતે ઘટતું કરવાની સૂચના આપેલ જેનો ડો.રાવે ત્વરિત નિર્ણય લઈ બે કરોડ ચોત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવતા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને હાલ કોરાના થયેલ હોય, હોમ આઇસોલેટ હોવા છતાં મોરબી જિલ્લાના શિક્ષકો માટે ગ્રાન્ટ ફાળવવામાં ખુબજ જહેમત ઉઠાવવા બદલ મોરબી જિલ્લાના તમામ શિક્ષકો વતી બ્રિજેશભાઈ મેરજા અને શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવ, નિયામક એમ.આઈ. જોશી, નાયબ નિયામક એમ.કે.રાવલ પરેશભાઈ દલસાણિયા શ્રેયાન અધિક્ષક તેમજ દુર્લભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ પ્રવિણભાઈ સોનગ્રા ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી બી.એમ.સોલંકી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ સી.સી.કાવર નાયબ જિલ્લા પ્રાથમિક વગેરેના સહિયારા પ્રયત્નોથી મોરબી જિલ્લાની પૂરક ગ્રાન્ટ મંજુર થતા તમામ પદાધિકારીઓ અધિકારીઓનો મોરબી જિલ્લાના તમામ શિક્ષકો વતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સૌનો આભાર પ્રકટ કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!