Saturday, January 11, 2025
HomeGujarat"મિશન મેરી મિટ્ટી " કાર્યક્રમ અંતર્ગત શ્રી વિવેકાનંદ સાયન્સ એકેડેમીમાં 77માં સ્વતંત્ર...

“મિશન મેરી મિટ્ટી ” કાર્યક્રમ અંતર્ગત શ્રી વિવેકાનંદ સાયન્સ એકેડેમીમાં 77માં સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી

- Advertisement -
- Advertisement -

સમગ્ર ભારતવર્ષ જયારે મારી ‘માટી મારો દેશ’ એની ઉજવણી કરી રહી હોય ત્યારે હળવદમાં આવેલ શ્રી વિવેકાનંદ સાયન્સ એકેડેમી દ્વારા મિશન મેરી મિટ્ટી એ કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ 77માં ધ્વાજારોહણ કાર્યક્રમમાં 800 જેટલાં વિદ્યાર્થીઓ દ્વારા માનવસાંકળ બનાવી ભારત દેશનો નકશો બનાવ્યો હતો અને આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા માં ભોમનું પૂજન કરી પોતાની જાતને ધન્યતા અનુભવેલ અને આ પવિત્ર દિવસે સંકલ્પ લીધા કે તેઓ વ્યસનથી, અંધશ્રદ્ધા, આવા દુષણોથી દૂર રહી સમાજના વિકાસમાં પોતાનું યોગદાન આપશે. આ પ્રસંગે કારગીલ યુદ્ધમાં જેઓએ પોતાની શોર્યતા બતાવી માં ભોમના રક્ષણ ખાતર અમૂલ્ય યોગદાન આપેલ નિવૃત આર્મીમેન ચૌહાણ ગણપતભાઈનું આ તકે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર પઢીયાર સર અને શિક્ષક સોલંકી સર દ્વારા શાલ ઓઢાડી, મોમેન્ટ અર્પણ કરી સન્માનિત કરેલ. શાળાની વિદ્યાર્થીઓ દ્વારા આ અવસરે પ્રાસંગિક વક્તવ્ય આપેલ. શાળા કેમ્પસમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેઓ અગાઉના વર્ષમાં પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થીઓને મોમેન્ટ આપી જાહેરમાં સન્માનિત કરેલ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના MD ફેફર સરના સુચારુ માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય કાસેલા સર તથા કેમ્પસ ડાઇરેક્ટર પઢીયાર સર ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!