Saturday, October 12, 2024
HomeGujaratમોરબી પોલીસની બીજી કોરોના વેવ દરમ્યાન પ્રશંનિય કામગીરી : સવા કરોડથી વધુનો...

મોરબી પોલીસની બીજી કોરોના વેવ દરમ્યાન પ્રશંનિય કામગીરી : સવા કરોડથી વધુનો દંડ વસુલી લોકોને કોરોનાની ગંભીરતા સમજાવવી પડી

મોરબી જીલ્લામાં કોરોનાની બીજી લહેર અત્યંત ભયાનક જોવા મળી હતી ઘેર ઘેર લાશો અને ખાટલાઓ જોવા મળ્યા હતા લોકોને હોસ્પિટલમાં જગ્યા કે સ્મશાનમાં પણ વેઇટિંગ માં ઉભું રહેવુ પડતું હતું આવા સમયે કોરોના વોરિયર્સ તરીકે મોરબી પોલીસે ચુસ્ત પેટ્રોલિંગ કર્યું હતું સાથે જ દર્દીઓના વાહનોથી લઈને તેના પરિવારોની ચિંતા મોરબી એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ,ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, ડીવાયએસપી પઠાણ તેમજ પીઆઈ વિરલ પટેલ ,એલસીબી પીઆઈ વી બી જાડેજા,પીઆઈ જે એમ આલ,પીઆઈ એમ આર ગોઢાણીયા,પીએસઆઇ એન બી ચુડાસમાં સહિતનાની ટિમો દ્વારા ખૂબ જ પ્રશંશનિય રીતે ટિમ વર્ક કરવામાં આવ્યું હતું.જેમાં કોઈ વિવાદ વિના જ લોકોને કોરોનાના નિયમોનું પાલન હોય કે પછી સાવચેતીના પગલાં હોય કે પછી સોશ્યલ ડિસ્ટન્સ હોય તે જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો આ કોરોના કાળ દરમ્યાન માસ્કના જ ફક્ત સવા કરોડથી વધુ નો દંડ મોરબી વાસીઓને ફટકારી અને કોરોનાની ગંભીરતાનું ભાન કરાવવું પડ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ ઉપરાંત નકલી રેમડીસીવીર નું રાજ્ય વ્યાપી કૌભાંડ પણ મોરબી પોલીસની ટિમ દ્વારા મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો જેમાં રાજ્ય વ્યાપી કૌભાંડ દેશ વ્યાપી બની ગયું હતું અને મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પણ અનેક આરોપીઓની ધરપકડ કરાઈ હતી જેનાથી પણ મોરબી વાસીઓના જીવ બચ્યા હતા ત્યારે મોરબી પોલીસની આ સયુંકત કામગીરી ખરેખર કાબીલેદાદ કામગીરી છે.

મોરબી એસપી સુબોધ ઓડેદરા દ્વારા આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર પૂર્વે જ સાવધ રહેવા અને કોરોનાના નિયમોનું ચુસ્ત પણે પાલન કરી સાવચેતી રાખવા અપીલ કરી છે .જો કે મોરબીની પ્રજા આને સમજશે એ પણ મોટો સવાલ છે હાલ મોરબીમાં જન જીવન સામાન્ય થઈ ગયું છે ત્યારે આ જ રીતે સામાન્ય રહે તેવી મોરબી વાસીઓ પ્રભુ પાસે પ્રાર્થના કરી અને મોરબી પોલીસની કામગીરીને પણ બિરદાવી આભાર માની જુદી જુદી સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!