વાંકાનેર તાલુકાના માટેલ રોડ અમરધામ નજીક પ્રયાગ કોમ્પ્લેક્ષમાં કરીયાણાની દુકાન ચલાવતા દુકાનદારના બાઇકની તેમની દુકાનની સામેથી કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમ દ્વારા મોટર સાયકલની ચોરી થયાના બનાવે ચકચાર મચાવ્યો છે. મોટર સાયકલમાં ચાવી રાખી અન્ય વસ્તુ લઈને તેની ડિલિવરી કરવા જતાં હોય તે દરમિયાન બાઇકની ચોરી થઈ હોવાની ઘટના મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, મોરબીના રવાપર રોડ ઉપર વૈભવ લક્ષ્મી-૨ માં રહેતા અને વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર અમરધામ મંદિર પાસે પ્રયાગ કોમ્પ્લેક્ષમાં ભાડેની દુકાનમાં કરીયાણાનો ધંધો કરતા દુકાનદાર પંકજભાઈ વશારામભાઈ ગાંભવા ઉવ.૩૮ નામના વેપારીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ગત તા.૨૪/૦૨ના રોજ તેઓ પોતાની કરીયાણાની દુકાને હતા જ્યાંથી તેઓ સવેલ સીરામીકમાં વસ્તુ પહોંચાડવા પોતાના હીરો સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૩૬-સી-૫૪૧૦ માં જતા હોય તે દરમિયાન ત્યાંથી ફોન આવ્યો કે અન્ય વસ્તુ લેવાની છે, જેથી મોટર સાયકલમાં ચાવી રાખી ફરી દુકાનમાં ગયા અને વધારાની વસ્તુ લઈને પરત આવ્યા ત્યારે ત્યાં પોતાનું સ્પ્લેન્ડર ન જોતા, આજુબાજુમાં તપાસ કરી હતી, પરંતુ સ્પ્લેન્ડર બાઇક ન મળતા પ્રથમ ઇ એફઆઈઆર બાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે રૂબરૂ અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









