હળવદ સરકારી હોસ્પિટલમાં જાહેરમાં મેડિકલ વેસ્ટના કચરો દેખાતા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. હળવદની સરકારી હોસ્પિટલમાં મેઇન ગેઇટ અંદર જતાની સાથે મેડિકલ વેસ્ટના ઢગલા નજરે પડી રહ્યા છે. તેમજ હોસ્પિટલમાં રખાયેલ વોટર કુલરમાં મેડિકલ વેસ્ટ પડયો છે. જેને કારણે લોકોના આયોગ્ય સાથે ચેડાં થતાં નજરે પડી રહયા છે.
રોગચાળાના વાયરા વચ્ચે હળવદ સરકારી હોસ્પિટલના સતાધીશોની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં હળવદ સરકારી હોસ્પિટલમાં જ જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવે છે. સરકારી હોસ્પિટલમાં મુખ્ય ગેટ સામે અંદર જતાની સાથે મેડિકલ વેસ્ટના ઢગલાં નજરે પડી રહ્યા છે. જે દર્દીઓના આરોગ્ય પર જોખમ ઊભી કરી રહ્યા છે. તેમજ હોસ્પિટલમાં રખાયેલ વોટર કૂલરમાં પણ મેડિકલ વેસ્ટ નજરે પડે છે. જે દર્દીઓ પર ઇન્ફેક્શનનુ જોખમ વધારી રહ્યા છે. તેમજ મેડિકલ વેસ્ટ દર્દીઓ દ્વારા નાખવામાં આવતા હોવાનું રટણ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. હળવદ સરકારી હોસ્પિટલ રામ ભરોસે હોવા છતાં સત્તાધીશો સબ સલામતના દાવાઓ કરી રહ્યા છે. ત્યારે ચેપી રોગોના પ્રમાણ પણ વધતા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં થઈ રહયા છે.