ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ જાહેર થયું છે. સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ)માં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું 92.80 ટકા જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 51.36 ટકા પરિણામ જાહેર થયું છે.
ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ શકે છે. રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં જેમાં મોરબી જિલ્લો 92.80 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે જયારે સૌથી ઓછું છોટા ઉદેપુર જિલ્લાનું 51.36 ટકા પરિણામ આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 65.58 ટકા પરિણામ વિજ્ઞાન પ્રવાહનું હતું. નોંધનિય છે કે, ગુજરાત બોર્ડની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. લોકસભા ચૂંટણીને કારણે ધોરણ-12ના પરિણામો થોડા મોડા જાહેર કરવામાં આવ્યા છે. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઇતિહાસ રચી માર્ચ – 2024માં લેવાયેલ ધોરણ-12ના તમામ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ 2024માં ધોરણ 12-વિજ્ઞાન પ્રવાહમાં 1,11,132 નોંધાયેલ હતા જેમાંથી એ વન ગ્રેડમાં1,034, એ-2 ગ્રેડમાં 8,983 બી-1 ગ્રેડમાં 18,514 બી-2 ગ્રેડ 22,115 સી-1 ગ્રેડમાં 21,964 સી-2 ગ્રેડમાં 16,165 અને ડી-ગ્રેડમાં 2,844 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.