તહેવારો પૂર્ણ થતા જ માલની હેરફેર વધતા જીએસટીની તમામ વીંગ પણ સક્રિય બની છે. મોરબી ઇન્ડસ્ટ્રીયલ હબ છે ત્યારે રોજ કરોડો રૂપિયાના સિરામિક-ટાઇલ્સનો વેપાર થઇ રહ્યો છે. જેને લઇ મોરબી સિરામિક એકમ પર જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી આરંભવામાં આવી છે.
મોરબી જીલ્લામાં છેલ્લા કેટલાક સમય આરામ ફરમાવ્યા બાદ ફરી એકવાર જીએસટીની ટીમે મોરબીમાં આંટા ફેરા શરુ કરી દીધા છે. ગત મોડી રાત્રે મોરબી લખધીરપુર રોડ પર આવેલા સોરિસો સિરામિક પર જીએસટી વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. અને દસ્તાવેજી પુરાવા અને ડિજિટલ પુરાવા અધિકારીઓએ કબ્જે કરી ચેકીંગનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ દોરોડા દરમિયાન જીએસટી ચોરીનો મોટો આંકડો સામે આવે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે. તેમજ મોરબી સિરામિક એકમમાં દરોડા પાડતા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે.