મોરબીમાં દિવાળીની તૈયારીઓ વચ્ચે જીએસટી વિભાગે મોટા પગલા લીધા છે. શહેરના નામાંકિત ફટાકડાના વેપારી વૈભવ ફટાકડાની લાટી પ્લોટ સ્થિત દુકાન પર ગઈ કાલે બપોર બાદ જીએસટીની બે ટીમોએ દરોડો પાડી તપાસ શરૂ કરી હતી.
માહિતી મુજબ, આ દરોડા દરમિયાન ઉચ્ચ અધિકારીઓ સાથે પાંચ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. વેપારી ધીરૂભાઈ હિરાણી પેઠી સામે આવક-જાવક અને સ્ટોક સંબંધિત દસ્તાવેજોની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ હજી પણ ચાલુ છે અને વેપારજગતમાં ફફડાટ ફેલાયો છે. મોરબીના અનેક ફટાકડાના વેપારીઓએ પોતાના સટર ડાઉન કરી દીધા હોવાનું પણ જાણવા મળ્યું છે.
સ્થાનિક સ્તરે વાતચીતમાં વેપારીઓએ જણાવ્યું હતું કે, “ફટાકડા ફૂટે એ પહેલાં વેપારજગતમાં તડાફડી બોલી છે.”
જીએસટી વિભાગ તરફથી હજી સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી