Monday, November 18, 2024
HomeGujaratમોરબીમાં બાળકોના ઝગડામાં વાલીઓ કૂદી પડ્યા : છ લોકોએ પરિવાર પર હુમલો...

મોરબીમાં બાળકોના ઝગડામાં વાલીઓ કૂદી પડ્યા : છ લોકોએ પરિવાર પર હુમલો કર્યો

મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બે બાળકોનો શાળામાં ઝગડો થયેલ હોય જેનો ખાર રાખી છ ઈસમોએ માતા-પિતા સહીત 17 વર્ષીય પુત્ર પર હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં વણકરવાસ,શેરીનં.-૧,સબ-જેલની સામે રહેતા પ્રવીણભાઈ મોહનભાઈ પરમારના દિકરાને કાળુભાઈ ગોવીંદભાઈ પરમારના દિકરા સાથે સ્કુલમા બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી ફરિયાદીના ઘર પાસે આવી તેને ગાલ ઉપર એક ઝાપટ મારી તથા ઈશ્વરભાઈ ગોરધનભાઈ  પરમારએ પોતાના હાથમા રહેલ લોખંડના પાઈપ વતી ફરિયાદીને ડાબા પગમા મારી મુઢં ઈજા કરી તથા ફરિયાદીના દિકરા સાવનને પાઈપનો એક ઘા ડાબા ખંભા ઉપર મારી મુંઢ ઈજા કરી તથા ગોરધનભાઈ ગોવીંદભાઈ પરમાર, જગાભાઈ (ઈશ્વર નો ભાઈ), અશ્વિનભાઈ (જગાનો સાળો), વિનુભાઈ (રહે બધા વણકર વાસ,સબ-જેલ ની સામે, મોરબી)એ ફરિયાદી તથા તેની પત્નીને ભુંડા બોલી, ગાળો આપી, ઝપાઝપી કરી તથા ઢીકા પાટુનો મુંઢ માર મારતા સમગ્ર મામલે  મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!