કચ્છ બાજુથી જામનગર બાજુ એક મોટો ટ્રક ગાડી નં. GJ04X7144 જીવ ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. તેવી બાતમીના આધારે ગાડીને જામનગર તાલુકાના જોડીયા ગામ ભાદરા પાટિયા આગળ રોકીને તેમાં ચેક કરતા પાડા જીવ 76 કુર્તા પૂર્વક ટૂંકા દોરડાથી હલી ચલી ન શકે એવી રીતે કતલખાને લઈ જતા હોવાનું સામે આવતા ગૌ રક્ષકો દ્વારા પાડાઓને છોડાવી રાજકોટ પાંજરાપોળ ખાતે રાખી આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મોરબી ગૌરક્ષકને બાતમી મળી કે કચ્છ બાજુથી જામનગર બાજુ એક મોટો ટ્રક જીવ ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જે પાડા જીવ ભરીને ટ્રક ગાડી નં. GJ04X7144 ની મળેલ બાતમી મુજબ ગાડી આવતા તે ગાડીને જામનગર તાલુકાના જોડીયા ગામ ભાદરા પાટિયા આગળ રોકીને તેમાં ચેક કરતા પાડા જીવ 76 કુર્તા પૂર્વક ટૂંકા દોરડાથી હલી ચલી ન શકે એવી રીતે કતલખાને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું. જે આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે જામનગર કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. ગૌરક્ષકોએ પોલીસના સહયોગથી 76 જીવોને બચાવી જામનગરના જોડિયા પોલીસ સ્ટેશન ખાતે એફ.આઇ.આર કરાવીને રાજકોટ પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા છે… જે રેઇડ ને સફળ બનાવવા માટે કમલેશભાઈ બોરીચા, અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, ચેતનભાઇ પાટડીયા મોરબી શહેર પ્રમુખ હિન્દુ યુવા વાહિની ગૌરક્ષક, વૈભવભાઈ પટેલ ગૌરક્ષક પ્રમુખ મોરબી,જય કિશનભાઇ અવાડીયા આહીર ગૌરક્ષક દળ ગુજરાત રાજ્ય મોરબી, ભાવિનભાઈ રાજકોટ ગૌરક્ષક, જીતુભાઈ સેતા ગૌરક્ષક દળ મોરબી, યસ વાઘેલા ગૌરક્ષક મોરબી, મનીષભાઈ કનજારિયા ગૌરક્ષક
મોરબી, લાલાભાઇ મોરબી ગૌરક્ષક, હિતરાજસિંહ ગૌરક્ષક દળ ગુજરાત રાજ્ય, પાર્થ ભાઈ નેસડિયા ગૌરક્ષક મોરબી, જેકી ભાઈ ગજર રાજકોટ ગૌરવ, રેવન્ટ પટેલ ગૌરક્ષક જામનગર, જયદીપ આહિર (JD જામનગર આહિર )ગૌરક્ષક, રઘુભાઈ લીમડી ગૌરક્ષક દળ ગુજરાત રાજ્ય, હરેશભાઈ ચૌહાણ ચોટીલા ગૌરક્ષક અખિલ વિશ્વ, વિજયભાઈ ભરવાડ લીમડી ગૌરક્ષક, ગજેન્દ્રભાઈ બાબરા ગૌરક્ષક સહિત મોરબી, રાજકોટ, જામનગર, લીમડી અને ચોટીલા ગૌ રક્ષક ટીમનો સહયોગ મળ્યો હતો.