પર્યાવરણ જતનના ભાવ સાથે મોરબી સબ જેલ ખાતે વૃક્ષારોપણ અને વનીકરણ વિશે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટીની કચેરી અમદાવાદના વડા.કે.એલ.એન.રાવની સુચના હેઠળ રાજ્ય કક્ષાના વન મહોત્સવ ૨૦૨૧ નિમિતે પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી,પશુધનને યોગ્ય માત્રામાં ધાસચારો, વનિલ ઉઘોગોને પૂરતો લાકડાનો જથ્થો, રોજગારીની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્વોની જાળવણી કરી શકાય. આપણા પર્યાવરણમાં થતાં હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકશાન થતું અટકાવવાના હેતુ સર મોરબી સબ જેલ ખાતે મોરબી નગરપાલીકાના કાઉન્સીલ આશીકભાઇ ધાંચી તેમજ મોરબી સામાજીક વનીકરણ વિભાગના સોનલબેન શીલુ સહિતનો દ્વારા વુક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. આ અવસરે વનીકરણ વિશે સોનલબેન શીલુ દ્રારા જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.