Thursday, June 13, 2024
HomeGujaratસંભવિત હીટ વેવની સામે રક્ષણ મેળવવા માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

સંભવિત હીટ વેવની સામે રક્ષણ મેળવવા માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

હાલ ઉનાળાની સિઝનમાં હળવે હળવે ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો છે ગરમીની ઋતુ દરમિયાન તાપમાનનો પારો મહત્તમ મર્યાદાથી વધી જાય ત્યારે હીટ વેવની સંભાવના રહે છે. જેથી સંભવિત હીટ વેવથી રક્ષણ મેળવવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક સૂચનો જાહેર કરાયા છે. જેને અનુસરવાથી હીટ વેવથી બચી શકાય છે.

- Advertisement -
- Advertisement -

નાગરિકો માટેના ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની વાત કરીએ તો, સ્થાનિક હવામાનના સમાચાર જાણવા માટે રેડીઓ સંભાળવો, ટી.વી. જોવું અને સમાચારપત્રો વાંચવા અથવા હવામાન અંગે માહિતી આપતી મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરવી જોઈએ. તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. વાઈ, હૃદય, કિડની, લીવરના રોગ ધરાવતા વ્યક્તિ, કે જે પ્રવાહી પ્રતિબંધિત આહાર લેતા હોય તેમને તબીબનો સંપર્ક કરી પ્રવાહી આહારનું સેવન વધારવું જોઈએ. શરીરમાં પાણીનું પ્રમાણ વધારવા ORS (ઓરલ રીહાયડ્રેશન સોલ્યુશન), ઘરગથ્થુ પીણાં જેવા કે લસ્સી, ઓસામણ, લીંબુ પાણી, છાશ, નાળીયેરનું પાણી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. વજનમાં હળવા, આછા રંગના, ખૂલતાં, કોટનના કપડાં પહેરવા જોઈએ. તડકામાં બહાર જતી વખતે કાપડ, ટોપી અથવા છત્રીથી માથું ઢાંકવું, આંખોના રક્ષણ માટે સનગ્લાસ તથા ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. પ્રાથમિક સારવાર અંગે જાણકારી રાખવી જરૂરી છે. વડીલો, બાળકો, બીમાર, મેદસ્વી લોકોને હીટ વેવનો ખતરો વધુ હોવાથી તેઓની ખાસ કાળજી રાખવી જોઈએ.

રાખવાની થતી અન્ય સાવચેતીઓમાં શક્ય તેટલું વધુ ઘરની અંદર રહેવું હિતાવહ છે. પરંપરાગત ઉપાયો જેમ કે ડુંગળીનું સલાડ તેમજ મીઠું અને જીરું સાથે કાચી કેરીનું સેવન કરવું જે હીટ સ્ટ્રોક અટકાવી શકે છે. પંખા, ભીના કપડાંનો ઉપયોગ કરવો જોઈએ અને ઠંડા પાણીથી વારંવાર સ્નાન કરવું જોઈએ. ઘરે અથવા ઓફિસ આવતા વિક્રેતાઓ અને ડિલિવરી મેનને પાણી આપવું જોઈએ. જાહેર પરિવહન અને કાર-પૂલિંગનો ઉપયોગ ગરમી અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં મદદ કરશે. સૂકા પાંદડા, ખેતીના અવશેષો અને કચરાને બાળવા જોઈએ નહીં. જળાશયોનું સંરક્ષણ કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. ઉર્જા-કાર્યક્ષમ ઉપકરણો, સ્વચ્છ ઇંધણ અને વૈકલ્પિક સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. જો ચક્કર આવે અથવા બીમારી જેવું લાગે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ઓછા ખર્ચે ઠંડક માટે સૌર પ્રતિબિંબીત સફેદ રંગ, કૂલ રૂફ ટેકનોલોજી, એર-લાઇટ અને ક્રોસ વેન્ટિલેશન અને થર્મોકૂલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરવો જોઈએ. છત પર વનસ્પતિ ઉગાડવી જોઈએ. હિટ વેવથી બચવા કામચલાઉ વિન્ડો રિફ્લેક્ટરનો ઉપયોગ કરવો જોઈએ. ઘરને ઠંડું રાખવા ઘેરા રંગના પડદા, ટીન્ટેડ ગ્લાસ/શટર અથવા સનશેડ વાપરવા જોઈએ અને રાત્રે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. લીલી છત, લીલી દીવાલો અને ઇન્ડોર છોડ કુદરતી રીતે ઠંડક આપીને ગરમી અને એર કન્ડીશનીંગની જરૂરિયાતો ઘટાડે છે. ACનું તાપમાન ૨૪ ડિગ્રીથી વધુ રાખવું જોઈએ.

લગ્ન પ્રસંગે દૂધ-માવાની આઈટમ ખાવાથી દૂર રહેવું જ હિતાવહ છે. ઉપવાસ કરવાનું ટાળવું સવારનું ભોજન ૧૨ વાગ્યા સુધીમાં લઈ લેવું. ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે તેથી તેનું સેવન પણ ટાળવું. હીટ વેવની ચેતવણીના દિવસોમાં બપોરે ૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ નહાવું, શક્ય હોય તો ઘરના બારી અને બારણા પર પાણી છાંટી બંધ રાખવા જોઈએ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!