Saturday, January 11, 2025
HomeGujaratકપાસના પાકમાં રોગના નિયંત્રણ માટે માર્ગદર્શિકા બહાર પડાઈ

કપાસના પાકમાં રોગના નિયંત્રણ માટે માર્ગદર્શિકા બહાર પડાઈ

કાપડની ચુંસીયા પ્રકારની જીવાતોનું સંકલિત વ્યવસ્થાપન તેમજ રોગોના નિયંત્રણ માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડુતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.જેમાં ખેતરમાં મોલોમશી તથા તડતડીયાંનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટીનાં (ક્રાયસોપા) ઇંડા અથવા ઇયળને હેકટરે 10,000ની સંખ્યામાં બે વખત છોડવી જોઈએ. અથવા લીમડાનાં મીંજનું 5% નું દ્રાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનરાસાયણિક તત્વ ધરાવતી 1500, 3000 કે 10,000 પીપીએમ અનુક્રમે 5 લીટર,25 લીટર કે 750 મીલી પ્રતિ હેકટરે ઉપયોગ કરવો જોઈએ.

- Advertisement -
- Advertisement -

તે ઉપરાંત કપાસમાં સફેદમાખી માટે પીળા ચીકણાં પિંજરનો મોજણી અને નિયંત્રણમાં ઉપયોગ કરવો. સફેદમાખીનાં નિયંત્રણ માટે એઝાડીરેકટીન 1500 પીપીએમ 50 મીલી 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઇએ. કેરોસીનવાળા પાણીમાં અર્ધ ખુલેલા કે આખા ખૂલેલા જીંડવાને ખંખેરી રૂપલાં ભેગા કરી નાશ કરવો અથવા છોડ હલાવી અને બે છેડેથી દોરડું પકડી હારમાં ઝડપથી ચાલવાથી રૂપલાંઓને નીચે પાડી નાશ કરી શકાય છે.કપાસમાં મૂળખાઇ અથવા મૂળનો સડો રોગના નિયંત્રણ માટે ટુંકા ગાળે પિયત, સપ્રમાણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ, ઝાયનેબ અથવા મેન્કોઝબ દવાનું 0.2 ટકાનું દ્રાવણ સુકાતા છોડની ફરતે જમીનમાં આપી 4 થી 5 દિવસ પછી યુરીયા કે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાથી રોગનું પ્રમાણ ઘટે છે.

ખેતરમાં કાર્બેન્ડાઝીમ 10 ગ્રામ પ્રતિ 10 લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું જોઈએ. સુકારો રોગ પાકની દરેક અવસ્થામાં જોવા મળે છે જેનાં નિયંત્રણ માટે રોગિષ્ટ છોડનો નાશ કરવો. ખેતરમાં કાર્બન્ડાઝીમ દવાને 10 ગ્રામ પ્રતિ 10 લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું. તેમજ નવોસુકારો (પેરાવિલ્ટ) રોગમાં સૂકાયેલા છોડના પાન અને જીંડવા છોડ સાથે જોડાયેલા રહે છે, રસવાહિની રંગહીન કે મૂળમાં કોહવારો દેખાતો નથી. જયારે છોડ પર વધુ પ્રમાણમાં જીંડવાઓ હોય અને વાતાવરણમાં ઉષ્ણતામાન ૩૫°સે. હોય ત્યારે આ પ્રકારના ચિન્હો જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે અસગ્રસ્ત છોડને ઉપાડીને નાશ કરવો. મૂળ વિસ્તારમાં સળિયાથી હવાની અવર-જવર માટે કાણા પાડવા. સુકારાના નિયંત્રણ માટે ખેતરમાં સૂકારાની રારૂઆતના 12 કલાકમાં જ અસર પામેલ છોડની ફરતે 1% પોટેશિયમ નાઈટ્રેટ અથવા 2% યુરીયાના દ્રાવણ છોડની ફરતે રેડવાથી તાત્કાલિક સુધારો જોવા મળે છે. અસરગ્રસ્ત ખેતરમાં ફુગ અન્ય રોગો અટકાવવા ફુગનાશક કાર્બેન્ડાઝીમ દવાનું 10 ગ્રામ પ્રતિ 10 લી. પ્રમાણે છોડની ફરતે રેડવું તેવી માર્ગ દર્શિતા ખેડૂતો માટે જાહેર કરાઈ છે. તેમજ વધુ માહિતી માટે ગ્રામ સેવક કે ખેતી વાડી અધિકારીનો પણ સંપર્ક કરીને માહિતી મેળવી શકે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!