ગુજરાત વિધાનસભા ચૂંટણી ની તારીખો ને લઈને ચાલતી રહેલી અટકળો ને પૂર્ણ વિરામ મળી ગયું છે ત્યારે આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજીને ગુજરાત માં ચુંટણી ની તારીખો અંગે જાહેરાત કરવામાં આવી છે
જેમાં ગુજરાતમાં બે તબ્બકામાં મતદાન યોજાશે અને સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો પર પ્રથમ તબક્કામાં એટલે કે ૧ ડિસેમ્બર ના રોજ મતદાન યોજવામાં આવશે અને જેથી મોરબી જિલ્લામાં ત્રણ બેઠકો અને સુરેન્દ્રનગર ની હળવદ ધ્રાંગધ્રા બેઠક પર પણ ૧ ડિસેમ્બર ના રોજ મતદાન યોજવામાં આવશે.જ્યારે બીજા તબક્કામાં ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતની ૯૩ બેઠકો પર ૫(પાંચ) ડિસેમ્બર ના રોજ મતદાન યોજાશે.
બન્ને તબક્કાના મતદાન ની મત ગણતરી ૮ ડિસેમ્બરના રોજ કરવામાં આવશે અને પરિણામ ૧૦ ડિસેમ્બર ના રોજ જાહેર કરવામાં આવશે.વધુમાં જાહેરાત થતાની સાથે જ આચાર સંહિતા લાગુ પડી ગઈ છે અને ૫ નવેમ્બર ના રોજ જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે.તેમજ પ્રથમ તબક્કાના મતદાન માં આવતી સીટો પરના ઉમેદવારો ૧૪ નવેમ્બર સુધી ફોર્મ ભરી શકસે,૧૫ નવેમ્બર ફોર્મ ચકાસણી થશે અને ૧૭ નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.
તેમજ બીજા તબક્કા હેઠળ આવતી સીટો માટે ૧૦ નવેમ્બર ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં. આવશે અને ઉમેદવારો ૧૭ નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે તેમજ ૧૮ નવેમ્બર ના રોજ ફોર્મ ની ચકાસણી કરવામાં આવશે ૨૧ નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.