Thursday, July 31, 2025
HomeGujaratગુજરાત એટીએસની કાર્યવાહી:અલકાયદા સાથે સંકળાયેલ મહિલાની બેંગલુરૂથી ધરપકડ

ગુજરાત એટીએસની કાર્યવાહી:અલકાયદા સાથે સંકળાયેલ મહિલાની બેંગલુરૂથી ધરપકડ

ગત 23 જુલાઈ 2025ના રોજ ગુજરાત ATSએ અમદાવાદ અને મોડાસાના બે સહિત અલકાયદાના ચાર આતંકીની ધરપકડ કરી હતી. હવે આ ચાર આતંકીનાં જૂથની માસ્ટરમાઇન્ડ એવી બેંગલુરુની શમા પરવીનની ATSએ ધરપકડ કરી છે. આ શમા પરવીનના તાર પાકિસ્તાન સાથે જોડાયા છે.આરોપી મહિલા સોશિયલ મીડિયાની મદદથી આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરવામાં રોકાયેલી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ તત્વો તેમજ તેમના સહયોગીઓ સામે ગુજરાત ATS દ્વારા એક બાદ એક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ATS દ્વારા ગત તા.૨૨/૦૭/૨૦૨૫ના રોજ ઇન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS)ના વીડિયોનો પ્રચાર-પ્રસાર કરવામાં સક્રિયપણે જોડાયેલ ચાર ઇસમોની અમદાવાદ, મોડાસા, દિલ્હી અને નોઇડા ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. ત્યારે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પકડાયેલ આરોપીઓએ ધર્મ આધારે હિંસા તથા આતંકવાદી હુમલાઓને પ્રોત્સાહન આપતી સામગ્રી ઇન્સટાગ્રામ એકાઉન્ટ strangers_nation02 અને ફેસબુક પેજ Strangers Of The Nation અને Strangers Of The Nation 2 ઉપરથી ડાઉનલોડ કરી તેમાં વધારો ઘડાકો કરીને પોતાના સોશિયલ મીડિયા પર મૂકી હતી. જેને લઇ પોલીસે Strangers of The Nation અને Strangers of The Nation 2 નામના પ્રોફાઈલના મૂળ વપરાશકર્તાની ઓળખ કરાવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે તપાસ દરમિયાન ગુજરાત ATS ને જાણવા મળ્યું હતું કે, આ એકાઉન્ટ અને પેજ શમા પરવીન અંસારી (રહે. આર.ટી.નગર, બેંગ્લોર, કર્ણાટક – 560032) નામની મહિલા દ્વારા ચલાવવામાં આવે છે. જે માહિતી આધારે ગુજરાત એ.ટી.એસ. દ્વારા એક ટીમ બેંગ્લોર ખાતે મોકલવામાં આવી હતી અને ગઈકાલે તા.૨૯/૦૭/૨૦૨૫ના રોજ ATS Gujarat દ્વારા શમા પરવીન અંસારીની અટકાયત કરી હતી. અને મહિલાના મોબાઈલ ફોનની પ્રાથમિક ચકાસણી કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, શમા પરવીન દ્વારા તેમના સોંઢીયાળ મીડિયા પર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન AQIS (Al-Qaeda in the Indian Subcontinent) ના લીડર મૌલના આસિમ ઉમર દ્વારા આપેલા જહાદી ભાષણો પ્રસારિત કર્યા છે, જેમાં ભારતીય સરકાર સામે હથિયારબંદ વિપ્લવ, ગઝવા-એ-હિંદ, ધર્મ આધારે હિંસા અને આતંકવાદી હુમલાઓ માટે આહવાન કરવામાં આવ્યું છે. ઉપરાંત આ સોશીયલ મીડીયા એકાઉન્ટ્સથી અલ-કાયદાના ઇમામ અન્વર અલ-આવલાકીના જેહાદી પ્રવચન પ્રસારિત કર્યા છે, જેમાં ભારતીય મુસ્લિમ યુવાનોને ધર્મ આધારે હુમલા કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા છે. તેમજ લાહોરના લાલ મસ્જિદના મૌલાના અબ્દુલ અઝીઝના બયાનનો પણ એક વિડિઓ પોસ્ટ કર્યો છે, જેમાં તે મુસ્લિમોને હથિયારબંદ સંઘર્ષ દ્વારા ભારત સરકારને બળજબરીથી પલટાવવા માટે ઉશ્કેરે છે અને તેઓ જાતિ આધારે દેશમાં વૈમનસ્ય ફેલાવવા ઉશ્કેરણી કરે છે. જે પુરાવાના આધારે એ.ટી.એસ. દ્વારા ગત તા.૨૭/૦૭/૨૦૨૫ ના રોજ શમા પરવીન અંસારીની બેંગ્લોર ખાતેથી અટકાયત કરી ટ્રાંઝિટ રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી અર્થે એ.ટી.એસ.ની કચેરી ખાતે લાવવામાં આવી છે. વધુમાં શમા પરવીનના સદર ફોનની ચકાસણી દરમ્યાન અન્ય કેટલાક સોશીયલ મીડીયા એકાઉન્ટ્સ તથા ઈ-મેઈલ એકાઉન્ટ્સ મળી આવેલ છે. સાથોસાથ વિદેશી તથા પાકિસ્તાની Entities સાથે સંપર્ક મળી આવ્યો છે. જે બાબતે ઉંડાણપૂર્વકની તપાસ ચાલુ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!