Sunday, August 10, 2025
HomeGujaratગુજરાત એટીએસ દ્વારા બોગસ વિઝા બનાવી લોકો સાથે ઠગાઇ કરતા ચાર આરોપીની...

ગુજરાત એટીએસ દ્વારા બોગસ વિઝા બનાવી લોકો સાથે ઠગાઇ કરતા ચાર આરોપીની ધરપકડ કરાઈ

ગુજરાત ATSએ બોગસ વિઝા બનાવી લોકોને છેતરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ATSએ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જે યુરોપના દેશોના નકલી વિઝા બનાવીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા. ગુજરાત ATSએ આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત એ.ટી.એસ. દ્વારા બોગસ સર્ટીફિકેટ્સ અને ડોક્યુમેન્ટ્સના આધારે વિઝા ઇશ્યુ કરનાર ઓર્ગનાઈઝ્ડ ગેંગ પર સર્વેલન્સ રાખવામાં આવેલ હતું. જે દરમિયાન તેઓને બાતમી મળેલ કે, મયંક જીતેન્દ્ર ભારદ્વાજ, તેજેન્દ્ર ઉર્ફે કિશન ગજ્જર, મનિષ ઉર્ફે કુમાર હરગોવનભાઇ પટેલ તથા તબરેજ ગુલામ રસુલ તથા તેમના મળતીયાઓએ કેટલાક માણસોને લક્ઝમબર્ગ તથા અન્ય દેશોના બોગસ વિઝા બનાવી આપ્યા છે. જે બાતમીના આધારે એ.ટી.એસ. દ્વારા મયંક જીતેન્દ્ર ભારદ્વાજ તથા તેજેન્દ્ર ઉર્ફે કિશન ગજ્જરને અમદાવાદ એ.ટી.એસ. ખાતે હાજર રહેવા નોટીસ આપી બોલાવ્યા હતા. બન્ને ઇસમોની પુછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓએ મનિષ ઉર્ફે કુમાર હરગોવનભાઇ પટેલ મારફતે ભાવસાર હિમાંશુભાઇ રમેશચન્દ્ર પાસેથી રૂ.૯,૫૦,૦૦૦/- લઇ તેઓને લક્ઝમબર્ગના તા.૧૨,૦૫૨૦૨૫ થી તા.૦૯/૦૮/૨૦૨૫ સુધીના વિઝા, પટેલ અર્ચિત કુમાર સંજયભાઇ પાસેથી રૂ.૮,૫૦,૦૦૦/- લઇ તેઓને લક્ઝમબર્ગના તા.૧૨/૦૫/૨૦૨૫ થી તા.૦૯/૦૮/૨૦૨૫ સુધીના વિઝા, પટેલ નિલેષભાઇ વિરાભાઇ પાસેથી રૂ.૮,૦૦,૦૦૦/- લઇ તેઓને લક્ઝમબર્ગના તા.૦૫/૦૬/૨૦૨૫ થી તા.૦૨/૦૯/૨૦૨૫ સુધીના વિઝા, પરમાર સંજયકુમાર જયંતીભાઇ પાસેથી રૂ.૮,૦૦,૦૦૦/- લઇ લક્ઝમબર્ગના તા.૦૫/૦૬/૨૦૨૫ થી તા.૦૨/૦૯/૨૦૨૫ સુધીના વિઝા તથા સોકરીવાલ કૃણાલ વિજેન્દ્રસિંગના લક્ઝમબર્ગના તા.૦૨/૦૬/૨૦૨૫ થી ૩૦/૦૮/૨૦૨૫ સુધીના વિઝા આપ્યા હતા. જે વિઝાનું કામ મુંબઇના મનિષ ઉર્ફે કુમાર હરગોવનભાઇ પટેલ તથા કશ્મીરી તબરેજ પાસે કરાવ્યું હતું. ત્યારે ગુજરાત ATSએ પાંચેય લગઝમબર્ગના વિઝાની ખરાઇ કરવા તપાસ કરાવતા લગઝમબર્ગની એમ્બેસી તરફથી જણાવવામાં આવ્યું કે, આ તમામ ઇસમોના વિઝા સાચા નથી અને ન્યુ દિલ્હીની લક્ઝમબર્ગની એમ્બેસી તરફથી ઇશ્યુ કરવામાં આવેલ નથી. તેમજ આ ઇસમોએ અગાઉ શોર્ટ ટમ (બિઝનેશ) વિઝા મેળવવા એપ્લીકેશન કરી હતી. જેના જોબ ઓફર ડોક્યુમેન્ટ્સ ખોટા જણાઇ આવતા તેઓની વિઝા અરજીઓ નામંજુર કરવામાં આવી હતી.

પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમિયાન તેઓના મોબાઈલ ફોનમાંથી જાણવા મળ્યું હતું કે, તેઓએ આ ઉપરાંત અન્ય ૩૯ લોકોને પણ લક્ઝમબર્ગના બોગસ વિઝા બનાવી આપ્યા છે. જેથી મયંક જીતેન્દ્ર ભારદ્વાજ, તેજેન્દ્ર ઉર્ફે કિશન ગજ્જર, મનિષ ઉર્ફે કુમાર હરગોવનભાઇ પટેલ તથા તબરેજ ગુલામ રસુલ કશ્મીરીએ લોકો સાથે ઠગાઇ કરવાના ઇરાદે લક્ઝમબર્ગના ખોટા વિઝા બનાવી હિમાંશુ રમેશચન્દ્ર ભાવસાર પાસેથી રૂ.૯,૫૦,૦૦૦/-, અર્ચિતકુમાર સંજયભાઇ પટેલ પાસેથી રૂ.૧૨,૦૦,૦૦૦/-, નિલેશભાઇ વિરાભાઇ પટેલ પાસેથી રૂ.૮,૦૦,૦૦૦/- તથા સંજયકુમાર જયંતીભાઇ પરમાર પાસેથી રૂ.૮,૦૦,૦૦૦/- લઇ તેઓને લક્ઝમબર્ગના વિઝાના ખોટા સ્ટીકરો પાસપોર્ટમાં લગાડી તેઓ તથા અન્ય ઇસમો સાથે ઠગાઇ કરેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઈ આવ્યું હતું. જે આધારે એ.ટી.એસ. પોલીસ સ્ટેશન ખાતે તા.૦૭/૦૮/૨૦૨૫ ના રોજ ફસ્ટ ગુ.ર.નં.૦૮ ૨૦૨૫ હેઠળ ભારતીય ન્યાય સહિતાની કલમ ૩૧૮(૩), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૭, ૩૩૮, ૬૧ અને ૫૪ મુજબ ગુનો નોંધી આ ગુનામાં મુખ્ય સુત્રધાર આરોપી તબરેજ ગુલામ રસુલ કશ્મીરી સહિત અન્ય ૦૩ આરોપી મયંક જીતેન્દ્ર ભારદ્વાજ, તેજેન્દ્ર ઉર્ફે કિશન ગજ્જર તથા મનિષ ઉર્ફે કુમાર હરગોવનભાઇ પટેલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!