Friday, November 15, 2024
HomeGujaratગુજરાત એ.ટી.એસ.એ પિસ્તોલ તથા તમંચાની આંતર રાજ્યમાં હેરાફેરી કરતા શખ્સોને પકડી પાડ્યા

ગુજરાત એ.ટી.એસ.એ પિસ્તોલ તથા તમંચાની આંતર રાજ્યમાં હેરાફેરી કરતા શખ્સોને પકડી પાડ્યા

ગુજરાતમાં ગેરકાયદે હથિયારો પકડાવાનો સિલસિલો અવિરત ચાલુ રહ્યો છે. ત્યારે ગુજરાત એ.ટી.એસ.એ ગેરકાયદેસર ૧૫ પિસ્તોલ તથા ૦૫ તમંચા સાથે ૦૬ આરોપીને અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ મહાનિરિક્ષક દીપન ભદ્રનએ એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના કરેલ હતી. જે સૂચના અન્વયે નાર્કોટીક્સ, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવેલ હતું. દરમ્યાન એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધીક્ષક હર્ષ ઉપાધ્યાયને બાતમી મળેલ કે, અનિલ જાંબુકીયા તથા અનિરૂધ્ધ નામના માણસો મધ્યપ્રદેશમાંથી ગેરકાયદેસર પિસ્ટલો તથા દેશી તમંચા લઇ અમદાવાદ આવનાર છે. જે મળેલ માહીતીને એ.ટી.એસ. ગુજરાતના વાયરલેસ પી.એસ.આઇ. આર.સી. વઢવાણા, એ.આર. ચૌધરી તથા બી.ડી. વાઘેલાએ ડેવલોપ કરેલ અને ગુપ્ત રાહે માહિતી એકત્રિત કરેલ, જે મુજબ ચોક્કસ ઈન્ટેલીજન્સ આધારે ગુજરાત એ.ટી.એસ.ની ટીમે અમદાવાદ ગીતામંદિર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી અનીલ જનકભાઇ જાંબુકીયાના (રહે. ગામ, ગોરૈયા, મેઇન બજાર, પાળીયાદ રોડ ઉપર જુની સરકારી સ્કુલ સામે, તા.વીછીયા, જી.રાજકોટ)ને વગર લાઇસન્સની ગેરકાયદેસર ૦૨ પિસ્ટલ તથા પિસ્ટલના ૦૨ કારતુસ અને અનિરૂધ્ધ ભગુભાઇ ખાચરના (રહે. ગામ, મોટા માત્રા, વિંછીયા રોડ ઉપર, તા.વિંછીયા, જી.રાજકોટ)ને વગર લાઇસન્સની ગેરકાયદેસર ૦૨ પિસ્ટલ તથા પિસ્ટલના ૦૨ કારતુસ સાથે પકડી પાડેલ. જે અવ્યયે એ.ટી.એસ. ગુજરાત ખાતે તા. 04/04/2023 ના રોજ આ બન્ને ઈસમો વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવેલ.

ગુજરાત એ.ટી.એસ.ની ટીમેં પકડાયેલ ઈસમોએ હથિયારો કયાંથી મેળવેલ છે અને ગુજરાતમાં કોને આપેલ છે એ અંગે પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળેલ કે, અન્ય ચાર ઈસમો ગેરકાયદેસર હથિયાર ધરાવે છે, જે અનુસંધાને એ.ટી.એસ. ગુજરાતની ટીમે તા. 08/04/2023 ના રોજ અન્ય ચાર ઈસમો ભાવેશ દિનેશભાઇ મકવાણા (રહે વાસ્તૂર પરા પ્લોટ, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર), કૌશલ ઉર્ફે કવો પરમાનંદભાઇ દશાડીયા (રહે. ૬૦૨, સી.યુ. શાહ નગર, નર્મદા કેનાલ પાસે, નવા જંકશનની પાછળ, દુધરેજ, સુરેન્દ્રનગર), ભાવેશ ઉર્ફે પ્રવિણ સતીષભાઇ ધોડકીયા (રહે. ગ્રીજ લાઇન ચોકડી પાસે, માલધારી સોસાયટી, ગાર્ડનવાળી શેરી, રાજકોટ) તથા ઘનશ્યામભાઇ ઉર્ફે ટીકટોક લાલજીભાઇ મેર (રહે. રબારીવાસ, મહાદેવ મંદીરની બાજુમા, ગામ-મોટામાત્રા, તા-વિછીયા, જિ-રાજકોટ ગ્રામ્ય)ને પકડી કુલ 6 આરોપીઓ સાથે 15 પિસ્તોલ, 5 કટ્ટા તથા 16 રાઉન્ડ પકડી પાડેલ છે. ત્યારે પકડાયેલ આરોપીઓના ગુન્હાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો અનિરૂધ્ધ ભગુભાઇ વિરૂધ્ધ અગાઉ રાજકોટ રૂરલ જીલ્લામાં IPC 302 મુજબ મર્ડરનો ગુન્હો નોંધાયેલ છે. જયારે ભાવેશ ઉર્ફે પ્રવિણ સતીષભાઇ ધોડકીયા વિરૂધ્ધ રાજકોટ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા IPC ૩૦૭ તથા ૩૨૪,૩૨૬ હેઠળ ગુન્હો નોંધાયેલ છે. અને ભાવેશભાઇ દિનેશભાઇ મકવાણા વિરૂધ્ધ અગાઉ પણ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયેલ છે. તેમજ ઘનશ્યામભાઇ ઉર્ફે ટીકટોક લાલજીભાઇ મેર વિરૂધ્ધ અગાઉ ૨૦૧૬માં સાયલા પોલીસ સ્ટેશનમાં લુંટનો ગુન્હો નોંધાયેલ છે. જયારે કૌશલ ઉર્ફે કવો સ/ઓફ પરમાનંદભાઇ દસાડીયા વિરૂધ્ધ અગાઉ ૨૦૧૩ મા જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુન્હો નોંધાયેલ છે. તેમજ પ્રોહીબીશન કેસ થયેલ છે. અને અનીલ જનકભાઇ જાંબુકીયા વિરૂધ્ધ અગાઉ પ્રોહીબીશનના ગુન્હા દાખલ થયેલ છે. ગેરકાયદેસર રીતે હથિયારો સપ્લાયના ધંધામાં અન્ય કઈ-કઈ વ્યક્તિઓ સામેલ છે. એ અંગે વધુ તપાસ હાલ ચાલુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!