ગુજરાત એ.ટી.એસ દ્વારા પંજાબ રાજ્યમાં હત્યામાં ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમોની નડિયાદ ખાતેથી ધરપકડ કરી છે. પંજાબના અમૃતસર જીલ્લાના મહેતા પોલીસ સ્ટેશન ખાતે તા. ૦૯/૦૩/૨૦૨૫ ના રોજ ગુના રજિસ્ટર નં. ૧૮/૨૦૨૫ થી હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓને પકડી પાડવામાં આવ્યાં હતાં. જેમાં અન્ય બે ના નામ ખુલતા તેની માહિતી પંજાબ પોલીસે ગુજરાત એ.ટી.એસને મોકલતા તેની તપાસ કરી નડિયાદ ખાતે ચાલી રહેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મજુરી કરી ત્યાની મજુર કોલોનીમાં રહે છે. તેવી બાતમીના આધારે બંને ઇસમોની અટકાયત કરી પંજાબ પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી છે.
પંજાબના અમૃતસર જીલ્લાના મહેતા પોલીસ સ્ટેશન ખાતે તા. ૦૯/૦૩/૨૦૨૫ ના રોજ ગુના રજિસ્ટર નં. ૧૮/૨૦૨૫ થી હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓ શરનજીતસિંઘ અને વિશ્વભરની પંજાબ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન તેમને ગુનામાં સામેલ અન્ય આરોપીઓ બિલ્લા મંગા, બિક્રમજીતસિંઘ નિરવિરસિંઘ ઉર્ફે બિક્કા અને બિક્રમજીતસિંઘ અમરજીતસિંઘના નામ આપ્યા હતા. જે અંતર્ગત ગુનામાં વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંઘ નિરવિરસિંઘ ઉર્ફે બિક્કા અને બિક્રમજીતસિંઘ અમરજીતસિંઘની માહિતી પંજાબ પોલીસ દ્વારા ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓ સાથે શેર કરવામાં આવી હતી. જે બાતમીને આધારે તેના ઉપર વર્કઆઉટ કરતા જાણવા મળ્યું કે આરોપીઓ બિક્રમજીતસિંઘ નિરવિરસિંઘ ઉર્ફે બિક્કા અને બિક્રમજીતસિંઘ અમરજીતસિંઘ, નડિયાદ ખાતે ચાલી રહેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મજુરી કરી ત્યાની મજુર કોલોનીમાં રહે છે. જે અંગે ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઇન્સ્પેકટર જે. એન. ચાવડા, એ.ટી.એસ.ના સ્ટાફની એક ટીમ નડિયાદ જવા રવાના કરવામાં આવી હતી. જ્યા નડિયાદની બાજુમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મજુર ચાલીમાં રહેતા બન્ને ઇસમોની ઓળખ પુછતા તેઓએ પોતાના નામ બિક્રમજીતસિંઘ નિરવિરસિંઘ ઉર્ફે બિક્કા અને બિક્રમજીતસિંઘ અમરજીતસિંઘ હોવાનું જણાવ્યું હતું. જેથી વધુ પૂછપરછ માટે તેને ગુજરાત એ.ટી.એસ. અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા. બિક્રમજીતસિંઘ નિરવિરસિંધ ઉર્ફે બિક્કા અને બિક્રમજીતસિંઘ અમરજીત સિંઘની પ્રાથમીક પૂછપરછમાં તેઓએ શરનજીતસિંઘ અને વિશ્વંભર સાથે મળી પંજાબના અમૃતસર જીલ્લાના મહેતા પોલીસ સ્ટેશન હેઠળના તિમ્મોવાલ ખાતે હત્યાનો પ્રયાસ તેમજ તે જ પોલીસ સ્ટેશનના યુંગગામ ખાતે હત્યાના કાવતરાંમાં સંડોવાયેલ હોવાની કબુલાત આપી હતી. જે અંગે આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પંજાબ પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.