Monday, January 13, 2025
HomeGujaratગુજરાત ATS ને મળી મોટી સફળતા : ૩૫૦ કરોડનાં ડ્રગ્સનાં જથ્થા સાથે...

ગુજરાત ATS ને મળી મોટી સફળતા : ૩૫૦ કરોડનાં ડ્રગ્સનાં જથ્થા સાથે ૬ પાકિસ્તાની ઈસમોની ધરપકડ

ગુજરાત એટીએસ દ્વારા દરોડા પાડી અને ગુજરાત એટીએસ દ્વારા અન્ય બ્રાન્ચ કે એજન્સીને આપેલ માહિતીને આધારે પકડાયેલા ડ્રગ્સનો આંકડો જોઈએ તો અત્યાર સુધીમાં કુલ ૭૫૯૮.૭૪ કરોડની કિંમતનું ૧૪૯૯.૭૪૮ કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ છે. આ વાતની સાબિતી છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડે સહિતની એજન્સીઓએ આઠ મોટાં કન્સાઈનમેન્ટ સાથે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડયું એના પરથી મળે છે. આટલું સઘન ચેકિંગ અને કડક બંદોબસ્ત હોવા છતાં ડ્રગ્સની હેરાફેરી બેફામપણે ચાલી રહી છે. ત્યારે કચ્છમાં ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક અને જખૌ પાસે દરિયામાં ગુજરાત એ.ટી.એસ. એ ઓપરેશન હાથ ધરી પાકિસ્તાની બોટ તથા છ પાકિસ્તાની ઈસમોને રૂ.૩૫૦ કરોડના ૫૦ કિલો હેરોઈનના જથ્થા સાથે પકડી પાડયા છે.

મળતી માહિતી અનુસાર, ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક કે. કે. પટેલને બાતમી મળેલ હતી કે, “પાકિસ્તાન સ્થિત મોહમ્મદ કાદર નામનો ડ્રગ્સ માફિયા ઇબ્રાહીમ હૈદરી બંદરથી અલ સાકર નામની પાકિસ્તાની બોટમાં હેરોઇન ભરી ગુજરાતના જખૌ દરિયાકિનારા મારફતે ગુજરાતમાં ઊતારી પંજાબ તથા ઉત્તર ભારતમાં મોકલવાનો છે.” જે બાતમી આધારે એ.ટી.એસ.ના અધિક પોલીસ મહનિદેશક અમીતકુમાર વિશ્વકર્માના માર્ગદર્શન મુજબ, નાયબ પોલીસ અધિક્ષક કે. કે. પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત એ.ટી.એસ.ની ટીમને જખૌ ખાતે રવાના કરેલ તેઓ જી ખાતે કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં રવાના થઇ બાતમીવાળી જગ્યાએ પહોંચી વોચ ગોઠવી હતી. દરમીયાન IMBL (ઈન્ટરનેશનલ મેરિટાઈમ બાઉન્ડ્રી લાઈન), સીમામાં બોટ મળી આવતા તેને કોસ્ટગાર્ડની શીપ મારફતે રોકવામાં આવેલ હતી અને તે બાદ તેમાં એ.ટી.એસ તથા કોસ્ટગાર્ડના અધિકારીઓએ જઈ સર્ચ કરતા આ પાકિસ્તાની બોટમાં ઇબ્રાહીમ યુસુફ, શેર મહમ્મદ,ઝાહીદ અબ્દુલ્લા,મોતીયા ઇદ્રીસ, મમતાજ હારૂન અને અલી મોહમ્મદ નામના ૬ પાકિસ્તાની ઈસમો રૂ. ૩૫૦ કરોડના ૫૦ પેકેટ (અંદાજે ૫૦ કિલોગ્રામ) હેરોઈન સાથે મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એટીએસ દ્વારા વર્ષ ૨૦૧૯ થી આજ સુધીમાં ૫૪૭૭.૯૧૫ કરોડના ૧૦૭૫.૫૮૩ કિલો ડ્રગ્સ સાથે કુલ ૩૯ પાકિસ્તાની નાગરિક, ૧૬ ઈરાની નાગરિક,૦૪ અફઘાની નાગરિક અને ૧ નાઇજિરીયન નાગરિક ને ઝડપી પાડવામાં આવ્યા છ.જ્યારે ગુજરાત એટીએસ ની બાતમી ને આધારે દેશ ભરમાં મુન્દ્રા,દિલ્હી,પીપાવાવ અને કોલકાતામાં અલગ અલગ એજન્સીઓ દ્વારા દરોડા પાડીને ૨૧૨૦.૮૨૫ કરોડનું ૪૨૪.૧૬૫ કિલો ડ્રગ્સ ઝડપાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!