ગુજરાત એટીએસ ડીઆઈજી દીપેન ભદ્રન ને સુરત ક્રાઇમ બ્રાન્ચ એસીપી બી.પી.રોજીયા દ્વારા માહિતી આપી હતી કે મહેશ ધોરાજી અને દિનેશ જામનગર માણસો બરોડા અને આણંદ વચ્ચે કોઈ ફેકટરીમાં મેફેડ્રન ડ્રગ્સ બનાવી વેચાણ કરે છે જેથી ડીઆઈજી દ્વારા એટીએસ અધિકારીઓને સૂચન કરતા એટીએસ ડીવાયએસપી કે કે પટેલ ,એટીએસ પીઆઈ જે.એમ.પટેલ અને પીઆઈ બી.એચ. કોરોટ સહિત એટિસની ટીમો એ વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામમાં ગઇકાલે નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીની આડમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી પર રેડ પાડી હતી. આ રેડમાં રૂ. 1125 કરોડની કિંમતનું 225 કિલો MD ડ્રગ્સ ઝડપાયું હતું. હાલમાં આ મામલે ફેક્ટરીના માલિક પિયુષ પટેલની પૂછપરછ કરાઇ રહી છે. જેમાં MD ડ્રગ્સનો જથ્થો ફેક્ટરીમાં સંગ્રહ કરીને રાખતા હોવાનો ખુલાસો થયો છે.કંપની કોરોનાની હાઇડ્રોક્લોરોક્વીન દવાની આડમાં નશીલા ડ્રગ્સ બનાવતી હતી. મોકસીની નેક્ટર કેમ કંપનીમાં દવાની આડમાં ડ્રગ્સનો કારોબાર થતો હતો. કંપનીમાં ડ્રગ્સ ભરેલા થેલાઓ છૂટાછવાયા મૂકી રખાતા હતા.
પોલીસે આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રાકેશ નરસિંહભાઇ મકાની, વિજય ઓધવજી વસોયા અને દિલીપ લાલજીભાઇ વધાસીયા મારફતે મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરાવતા હતા અને હાલમા તેઓની વડોદરા જિલ્લાની સાવલી તાલુકાની મોક્સી ગામની સીમમા આવેલ જમીનમાં આવેલ નેક્ટર કેમ નામની ફેક્ટરીમા મેફેડ્રોનનો જથ્થો પડેલ છે, જે માહીતી આધારે ATSના અધીકારીઓએ મોક્સી ગામ ખાતે ગઈકાલે નેક્ટર કેમ નામની ફેક્ટરીમા રેડ કરી સર્ચ-ઓપરેશન હાથ ધરતા ફેક્ટરીમાંથી મીણીયાની ૧૨ થેલીઓ ભરેલ કુલ 225.053 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયો હતો. જેની કિંમત આશરે રૂ. 1125.265 કરોડ છે. તથા મેફેડ્રોનના વેચાણમાંથી મેળવેલ રોકડ નાણા રૂ.14,00,000/- મળી આવતા કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને આ ગુનાની તપાસ દરમ્યાન પકડાયેલ બન્ને આરોપીઓની પુછપરછ દરમ્યાન જાણવા મળેલ છે કે, તેઓના મેફેડ્રોનના ધંધામાં વેન્ચર ફાર્માસ્યુટિકલનાં રાકેશ નરસિંહ મકાની, વિજય ઓધવજી વસોયા અને દિલીપ લાલજીભાઇ વઘાસીયા ભાગીદાર છે.આ મેફેડ્રોન લીક્વીડ ફોર્મમાં વેન્ચર ફાર્માસ્યુટીકલ પ્રા.લી. ભરૂચ જી.આઇ.ડી.સી. સાયખા ખાતે તૈયાર કરી તેને મોક્સી ગામ ખાતેની ફેક્ટરીમા લાવી તેને સુકવી તેને પ્રોસેસ કરી ચોખ્ખો મેફેડ્રોન એમ.ડી. તૈયાર કરતા હતા અને દિનેશ તથા ઇબ્રાહિમ હુસેન તથા તેના દિકરા બાબા ઇબ્રાહિમ ઓડીયા તેમજ રાસ્થાનના એક માણસને આપેલ છે.
આ સર્ચ ઓપરેશનમાં મળેલી માહિતીની ખરાઈ કરવા અને અલગ અલગ ગામોમાં રહેલા આરોપીને પકડી પાડવા જૂનાગઢ એસઓજી,જામનગર એસઓજી,સુરત સીટી એસઓજી, વડોદરા સીટી એસઓજી અને વડોદરા ગ્રામ્ય એસઓજી સહિતની ટીમો એટીએસ સાથે સંકલન કરી મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.