ગુજરાત નો દરિયાઈ કિનારો ૧૬૦૦ કિમિ લાંબો છે ત્યારે સૌથી લાંબો દરિયાઈ જળમાર્ગ ધરાવતાં ગુજરાત માં પાકિસ્તાન થી ડ્રગ્સ ઘુસાડવાના કૌભાંડનો દેવભૂમિ દ્વારકા પોલીસ અને ATS દ્વારા છેલ્લા એક સપ્તાહ થી કામગીરી ચાલી રહી છે જેમાં દ્વારકા બાદ મોરબી તાલુકાના ઝીંઝુડા ગામેથી ૫૯૩ કરોડનું ૧૧૮ કીલો ડ્રગ્સ નો જથ્થો પકડી પાડ્યો હતો ત્યારે ઝીંઝૂડા માં રહેતા સમસુદીનના મકાનમાંથી મુખ્તાર અને ગુલામની ધરપકડ કરી ૧૪ દિવસના રીમાન્ડ સાથે મોરબી સેશન્સ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ૧૨ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જેમાં રિમાન્ડ મળતા ATS ટિમ દ્વારા ત્રણેય આરોપીઓને અમદાવાદ માટે વધુ તપાસમાં લઈ જવાયા હતા ત્યારે આજે પંજાબથી વધુ પાંચ ઈસમોની ATS દ્વારા ધરપકડ કરાઈ હતી
તો બીજી બાજુ આજે મોરબીના ઝીંઝુડા ગામેથી પકડાયેલા ત્રણેય આરોપીઓના ૧૨ દિવસ પૈકીના બે દિવસ ના રિમાન્ડ પૂર્ણ થાય એ પેહલા જ દેવભૂમિ દ્વારકાના કલ્યાણ પુર તાલુકાના નાવદ્રા બંદર નજીકથી ૧૨૦ કોરોડના ૨૫ કિલો ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે જેમાં ATS ટિમ દ્વારા સ્થાનિક એસઓજી ટીમને સાથે રાખી મોટી સંખ્યામાં પોલીસ કાફલો નાવદ્રા બંદર પર તૈનાત કરી સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે ગુજરાત માં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડ બહાર આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે ત્યારે આગામી હજુ ATS તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
રિમાન્ડ દરમિયાન પૂછપરછ માં મુખ્તાર હુસેન ઉર્ફે જબર એ કેફિયત આપી હતી કે હજુ વધુ ડ્રગ્સ દ્વારકા ના નાવદ્રા બનદર પર છુપાવેલ છે અને ઇકબાલ ભંગારીયો ઉર્ફે ઇકબાલ ડાડા એ 12 કિલો જેટલું ડ્રગ્સ અલગ અલગ રાજ્યો હરિયાણા, પંજાબ , મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ના રાજ્યો ના સમગલર્સ કુખ્યાત લોરેન્સ વિશ્ર્નોઇ ગેંગ ના માણસો ભોલા શૂટર ,અંકિત જાખડ ,અરવિંદ યાદવ ને ડિલિવરી આપવા જવાનો છે જેથી ગુજરાત ATS ની ટિમ તાત્કાલિક રાજસ્થાન રવાના થઈ હતી અને જે દરમિયાન ઇકબાલ ભંગારીયો ઉર્ફે ઇકબાલ ડાડો રહે .જામસલાયા, નવા બંદર ,જામનગર અને અરવિંદ યાદવ રહે.મનિવાલી,ગંગાનગર રાજસ્થાન વાળા ને રાજસ્થાન ના શિરોહી નજીક થી 12 કિલો ડ્રગ્સ સાથે ATS ની ટીમે દબોચી લીધા હતા અને પકડાયેલા આરોપીઓ એ પ્રાથમિક પૂછપરછ માં કબૂલાત આપી હતી કે આ 12 કિલો ડ્રગ્સ ફરીદકોટ જેલ માં રહી ને ડ્રગ્સ નું નેટવર્ક ચલાવતા ભોલા શૂટર ના માણસો અંકિત જાખડ અને અરવિંદ યાદવ ને કરવાની હતી.આ ઉપરાંત મોરબી ડ્રગ્સ પ્રકરણ માં ફરાર આરોપી ઈશા રાવ નો પુત્ર હુસેન ઈશા રાવ રહે.જોડિયા વાળો પણ આ ગુન્હા માં સન્ડોવાયેલો હોય તેને પણ ATS દ્વારા દબોચી લેવાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ડ્રગ્સ પ્રકરણ ઝડપાયા પછી ATS દ્વારા આજે સવારે પંજાબ થી પણ પાંચ નશા ના કારોબારીઓ ને ઝડપી લીધા હતા ત્યારે આગામી સમયમાં મોટા ઘટસ્ફોટ થાય અને વધુ ઈસમોની ધરપકડ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.









