ઓપરેશન સિંદુર સમયે દેશ વિરુદ્ધ સાયબર આતંકવાદ છેડતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ગુજરાત એ.ટી.એસ દ્વારા કરવામાં આવી છે. ઈન્ટરનેટ દ્વારા સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ તથા અન્ય ડાર્કનેટ ઉપર દેશ વિરોધી ચાલતી ગતીવિધીઓ ઉપર મોનિટરિંગ રાખવા નિર્દેશ આપતા એ.ટી.એસ દ્વારા સતત મોનીટરીંગ કરી નડિયાદના જસીમ શાહનવાઝ અંસારી તેમજ અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર Anonsec નામનુ ટેલીગ્રામ ગૃપ બનાવી ભારત દેશની અલગ અલગ વેબસાઇટોને DDOS એટેક દ્વારા ડાઉન કરવાનો પ્રયત્ન કરી તેનો સ્ક્રીનશોટ લઇ તે સ્ક્રીનશોટમાં નીચે ભારત દેશ વિરોધી ઉશ્કેરણીજનક લખાણો ટેલીગ્રામ ગૃપમાં પોસ્ટ કરે છે અને હાલમાં ભારત સરકાર દ્વારા પાકીસ્તાનમાં ચાલતી આતંકવાદી પ્રવૃતી વિરૂધ્ધ ઓપરેશન સિંદુર ચલાવવામાં આવ્યું હતું. જેને લઇને ભારત સરકારની વેબસાઇટને DDOS એટેક દ્વારા ડાઉન કરી ભારત દેશ વિરોધી ઉશ્કેરણીજનક લખાણો પોસ્ટ કરતાં તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા હાલની પસ્થિતીને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેટ દ્વારા સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ તેમજ અન્ય ડાર્કનેટ ઉપર દેશ વિરોધી ચાલતી ગતીવિધીઓ ઉપર મોનિટરિંગ રાખવા નિર્દેશ આપતા એ.ટી.એસ. ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તે દિશામાં એ.ટી.એસ.ના સોશ્યલ મિડીયા મોનિટરિંગ સેલ દ્વારા ૨૪*૭ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ અને અન્ય ડાર્કનેટ પ્લેટફોર્મ ઉપર ટેકનિકલ અને હ્યુમન રિસોર્સથી નજર રાખવા સુચના આપી હતી. જે દરમ્યાન એ.ટી.એસ.ના પોલીસ ઇન્સપેક્ટર ડી.બી. પ્રજાપતિને બાતમી મળેલ કે, જસીમ શાહનવાઝ અંસારી રહે, નડીયાદ તેમજ અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર Anonsec નામનુ ટેલીગ્રામ ગૃપ બનાવી ભારત દેશની અલગ અલગ વેબસાઇટોને DDOS એટેક દ્વારા ડાઉન કરવાનો પ્રયત્ન કરી તેનો સ્ક્રીનશોટ લઇ તે સ્ક્રીનશોટ નીચે ભારત દેશ વિરોધી ઉશ્કેરણીજનક લખાણો ટેલીગ્રામ ગૃપમાં પોસ્ટ કરે છે. તેમજ હાલમાં ભારત સરકાર દ્વારા પાકીસ્તાનમાં ચાલતી આતંકવાદી પ્રવૃતી વિરૂધ્ધ ઓપરેશન સિંદુર ચલાવવામાં આવતા તે અંતર્ગત ભારત સરકારની વેબસાઇટને DDOS એટેક દ્વારા ડાઉન કરી ભારત દેશ વિરોધી ઉશ્કેરણીજનક લખાણો પોસ્ટ કરે છે. જેને આધારે પોલીસ અધિક્ષક કે. સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વીરજીતસિંહ પરમારની આગેવાનીમાં ટીમ બનાવી, પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. પ્રજાપતિ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.પી. ઝાલા, જે.પી.વરમોરા સાથે જોડાયા હતાં. જે અંતર્ગત એ.ટી.એસ. પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નંબર ૦૨/૨૦૨૫ થી નોંધ કરી બાતમીને આધારે તપાસ હાથ ધરી શકમંદ ઇસમ જસીમ શાહનવાઝ અંસારી તેમજ અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના મોબાઈલ FSL ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. FSL ગાંધીનગરના રિપોર્ટમાં બાતમીની ખરાઈ થતા જસીમ શાહનવાઝ અંસારીની પુછપરછ કરતા જાણવા મળ્યું કે તેઓએ અને અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે ભેગા મળી દેશ વિરુદ્ધ સાયબર વોર છેડવા અને ભારત સરકારની વેબસાઈટો ટારગેટ કરવા @BYTEXPLOIT ની આઇ.ડી.માં EXPLOITXSEC નામથી ચેનલ ચાલુ કરી છે. જે બાદ @Your Mindfucker આઈ.ડી. થી EXPLOITXSEC ચેનલ માટે બેક-અપ ચેનલ ELITEXPLOIT ની બનાવી તેનુ નામ બદલી Anonsec કર્યું છે. જે ઈસમો ભારત સરકાર તેમજ વિવિધ રાજ્ય સરકારોની વેબસાઈટોને ડાઉન કરવા ડી.ડી.ઓ.એસ. સાયબર ટેરર એટેક કરતા હતા…. તેમણે યુટ્યુબની અલગ અલગ એપ્લિકેશન અને લેન્ગવેજ શીખી એપ્રિલ અને મે મહિના દરમિયાન ૫૦ થી વધુ સાઈટ પર સાયબર એટેક કર્યો હતો. જે અંતર્ગત એ.ટી.એસ. પોલીસ સ્ટેશન ખાતે તા. ૧૯/૦૫/૨૦૨૫ ના રોજ સેકન્ડ ગુ.ર.નં.૦૧/૨૦૨૫ હેઠળ આરોપી જસીમ શાહનવાજ અંસારીની અટકાયત કરી છે. તેમજ અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરૂદ્ધ ધી ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૪૩ તથા ૬૬(એફ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. DDOS ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસ એ એક સાયબર હુમલો છે. જે લક્ષિત સર્વર કે નેટવર્કને ઘણા સ્રોતોમાંથી દૂષિત ટ્રાફિકથી ભરી દે છે. ઘણીવાર બોટનેટનો ઉપયોગ કરીને, તેના સંસાધનોને ડૂબી જવા માટે અને તેને કાયદેસર વપરાશકર્તાઓ માટે અનુપલબ્ધ બનાવે છે. આ હુમલાઓ ઓનલાઈન સેવાઓમાં વિક્ષેપ પાડી શકે છે તેમજ નાણાકીય નુકસાન અને કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે..