Sunday, January 12, 2025
HomeGujaratગુજરાત ATS ટીમે નકલી સોના-ચાંદી અને ચીલ્ડ્રન્સ બેન્કની ચાર કરોડની નકલી નોટો...

ગુજરાત ATS ટીમે નકલી સોના-ચાંદી અને ચીલ્ડ્રન્સ બેન્કની ચાર કરોડની નકલી નોટો સાથે છ શખ્સોને ઝડપી પાડયા

લગ્નની સિઝન શરૂ થઈ ચુકી છે. જેથી લોકો સોના-ચાંદીના ઘરેણાઓ ખરીદી રહ્યા હોય છે. અને અમુક ભેજાબાજ શખ્સો પણ લોકોને છેતરવા સક્રિય થયા છે. ત્યારે ગુજરાત એ.ટી.એસ.ને બાતમી મળેલ હતી કે, કેટલાક ઇસમો સંગઠીત ગુનાહિત ટોળકી બનાવી નકલી સોના-ચાંદી અને નકલી તથા ચીલ્ડ્રન્સ બેન્કની નોટો થકી લોકો સાથે મોટા પ્રમાણમાં છેતરપીંડી કરી રહેલ છે અને તેઓનો આ કારોબાર આણંદ જીલ્લાથી નવસારી જીલ્લા સુધી ફેલાયેલ છે. ત્યારે ગુનાની બાતમી ઉપર ગુજરાત એ.ટી.એસ.ના પીઆઇ વી.એન.વાઘેલા, પી.એસ.આઇ. બી.ડી.વાઘેલા તથા પી.એસ.આઇ. એ.આર.ચૌધરીએ વર્કઆઉટ કરી ઇન્ટેલીજન્સ જનરેટ કરેલ કે બાતમીમાં જણાવેલ ટોળકીના સભ્યો સુરતના અમરોલી ખાતેની તેમની ઓફીસમાં ભેગા થવાના છે.

- Advertisement -
- Advertisement -

ઇન્ટેલીજન્સના આધારે ગુજરાત એ.ટી.એસ.ના પી.આઇ. વી.એન.વાધેલા, પી.આઇ. સી.એચ પનારા, પી.એસ.આઇ. બી.ડી.વાઘેલા, પી.એસ.આઇ. એ.આર.ચૌધરી, હેડ કોન્સ્ટેબલ અજયકુમાર કાળીદાસ, કોન્સ્ટેબલ જતીનકુમાર હરીશભાઇ, કોન્સ્ટેબલ મો.અંજુમ મંજુર હુસેન, કોન્સ્ટેબલ ખેંગાર રમેશ, કોન્સ્ટેબલ અમીન અહેમદ મુબીન અહેમદ, કોન્સ્ટેબલ હરીંદરસિંગ અજબસીંગની ટીમે સુરત એસ.ઓ.જી.ની ટીમને સાથે રાખી અમરોલી, સુરત ખાતે રેઇડ પાડતા મનસુખભાઇ ઉર્ફે મનીષ પરસોત્તમભાઇ ઉમરેઠીયા (રહે.ક્લેટ ન.બી/૩૦૮, શ્યામસુંદર એપાર્ટમેન્ટ, છાપરાભાઠા રોડ, અમરોલી, સુરત શહેર મુળ.મોટીમોલી ગામ તા.ઉના જી.સોમનાથ), પીયુષ મનસુખભાઇ ઉર્ફે મનીષ ઉમરેઠીયા (રહે.એજન), મુકેશ ઉર્ફે કાનો ઝીણાભાઇ સરવૈયા (રહે.ઘર નં.૩૧, ગોકુલનગર સોસાયટી, રચના સર્કલ પાસે, કાપોદ્રા, સુરત શહેર મુળ નેસડી ગામ, તા.સાવરકુંડલા જી અમરેલી), જયસુખ ડાહ્યાલાલ બારડ (રહે. ફ્લેટ નં.૩૦૨, ક્રુષ્ણકુંજ કોમ્પલેક્ષ, ભગુનગર પાસે, છાપરાભાઠા રોડ, અમરોલી, સુરત શહેર મુળ,બ્લોક નં.૨૩, રૂમ નં ૦૮ આવાસ કોલોની, ખોડીયાર કોલોની પાસે, ખંભાળીયા રોડ, જામનગર), નરેશભાઇ ઉર્ફે ભાવેશ ઉર્ફે હરેશ મોહનભાઇ આહીર (રહે.હરીધામ સોસાયટી, ભીખાભાઇ લાડુમોર નાઓના મકાનમાં, અર્ચના સ્કુલની બાજુમા, પુણાગામ, સુરત શહેર મુળ.રીંગણીયા ગામ,મહાદેવ મંદીર પાછળ તા.રાજુલા જી.અમરેલી.) અને પરેશભાઇ ઉર્ફે પ્રકાશભાઇ ખુશાલભાઇ પરમાર (રહે.ફ્લેટ નં.સી/૦૨/૧૦૫, સુર્યવંદના એપાર્ટમેન્ટ, પાલનપુર જકાતનાકા, રાંદેર, સુરત શહેર મુળભરન- દિયણ ગામ તા અંકલેશ્વર જી.ભરૂચ) નામના છ ઇસમોની સંગઠીત ગુનાહિત ટોળકીને રૂ, ૫૦૦ અને રૂ. ૨૦૦૦ ના દરની ૪ કરોડની નકલી નોટો તથા ૫૦ નકલી ગોલ્ડ અને ૧૦ નકલી સિલ્વરની લગડીઓના જથ્થા સાથે પકડી પાડ્યા છે.

આરોપીઓએ પ્રાથમીક પૂછપરછ દરમ્યાન જણાવ્યું હતું કે, આ આરોપીઓ સંગઠીત ગુનાહિત ટોળકી બનાવી સદર નોટોના બંડલો લોકોને અસલ ચલણી નોટો તરીકે આપી છેતરપીંડી કરવાની તથા મળી આવેલ ગોલ્ડ તથા સિલ્વરની લગડીઓ લોકોને વિડીયો કોલ કરીને અસલ સોનાના તથા અસલ ચાંદીના બિસ્કીટ તરીકે બતાવી લોકોને અસલ સોના તથા ચાંદીના ભાવે આપી લોકો સાથે મોટા પ્રમાણમાં છેતરપીંડી કરવાની તજવીજમાં હતા. તેમજ ભારતીય ચલણી નોટોની કલર પ્રિન્ટ વાળા બંડલોને અસલ ચલણી નોટો તરીકે ચલણમાં ચલાવવાના હતા અને ભારતીય ચલણી નોટોની બીજી કલર પ્રિન્ટો કાઢી ચલણમાં ચલાવવા માટે કોરા કાગળો કાપીને બંડલો પણ તૈયાર રાખેલ હતા. આમ આ તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી સારૂ ગુજરાત એ.ટી.એસ દ્વારા આમરોલી પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો. કલમ ૪૮૯(૧)(ખ)(ગ)(૨), ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦(બી) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે. જે ગુનો નોંધી સુરત પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!