Saturday, January 11, 2025
HomeGujaratદેશને નુકસાન કરનારાને ગુજરાત ATS નહિ છોડે:સૈન્યની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો BSFનો...

દેશને નુકસાન કરનારાને ગુજરાત ATS નહિ છોડે:સૈન્યની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો BSFનો પટાવાળો ઝડપાયો

ગુજરાત એ.ટી.એસ. એ બાતમીના આધારે રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલી આપનાર BSF હેડક્વાર્ટરના પટ્ટાવાળાને ઝડપી પાડ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, હનીટ્રેપમાં ફસાયેલા આ યુવક એક માહિતી અને ફોટોગ્રાફ્સના બદલામાં 25,000 રૂપિયા જેટલી રકમ મેળવતો હતો.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઇન્સપેક્ટર ડી.બી.બસીયાને ગુપ્ત બાતમી મળેલ કે, નિલેષ વાલજીભાઇ બળીયા હાલ ભુજ ખાતેના BSF હેડક્વાર્ટરની ઓફિસમાં નોકરી કરે છે અને તેઓ BSF ની માહીતીઓ કે જે ભારત દેશની સુરક્ષા અને સલામતી માટે ખુબજ અગત્યની હોય તેવી ગુપ્ત અને સંવેદનશીલ માહીતીઓ વોટ્સએપના માધ્યમથી દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને તેના વોટસએપ ઉપર મોકલે છે. જે બાતમી હકીકત બાબતે એટીએસ ના પોલીસ મહાનિરીક્ષક દિપેન ભદ્રન અને પોલીસ અધિક્ષક સુનિલ જોશી ને જાણ કરતા તેઓના માર્ગદર્શન હેઠળ પી.આઈ. ડી.બી. બસીયા તથા એટીએસ ટીમ દ્વારા બાતમી બાબતે ટેકનિકલ વર્કઆઉટ કરી નિલેશ બળીયાની પુછપરછ કરતા તેણે જણાવેલ કે, તે છેલ્લા પાંચેક વર્ષથી B.S.F બટાલીયન-પ૯ ના હેડક્વાર્ટર ભુજ ખાતે CPWD ના ઇલેક્ટ્રીકલ વિભાગની ઓફીસના પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે. તે જાન્યુઆરી- ૦૨૩ માં વોટ્સએપ મારફતે અદીતી તિવારી નામ ધરાવતી પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે સંપર્કમાં આવેલ અને તેણીની સાથે મિત્રતા થતા પોતે BSF ની ઓફીસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હોવાનું જણાવેલ, ત્યારે મહીલા એજન્ટ દ્વારા નિલેષને જણાવેલ કે તેની પાસે ભારતીય સીમા સુરક્ષા તેમજ BSF ને લગત સંવેદનશીલ અને ગુપ્ત માહિતી હોય તો તે માહિતી વોટ્સએપ ઉપર મોકલી આપ અને આ કાગળો તેના કામના હશે. તો તને સારા એવા પૈસા આપવામાં આવશે. તે રીતે પૈસાની લાલચમાં આવી નિલેશ બળીયાએ આ કામ કરવા માટે હા પાડેલ હતી. ત્યારબાદ નિલેશ દ્વારા જાન્યુઆરી-૨૦૧૩ થી તા. ૨૮/૦૬/૨૦૨૩ સુધી તેણે BSF ના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામ વિષેની ગુપ્ત અને સંવેદનશ્મલ માહીતી મોકલી આપેલ છે. તે બદલ સદર પાકિસ્તાની એજન્ટ દ્વારા નિલેષના બેંક એકાઉન્ટમાં ટુકડે ટુકડે PayTM મારફતે જુદા-જુદા એકાઉન્ટમાંથી રૂ.૨૮,૮૦૦/- મોકલી આપેલ છે. ત્યારબાદ શકમંદ નિલેશ બળીયાના ફોનની FSL મારફતે ટેકનિકલ એનાલીસીસ કરતા તેમાંથી સદર પાકિસ્તાન મહીલા એજન્ટ સાથેની વોટ્સએપ ચેટ તેમજ કોલ તથા મોકલેલ સંવેદનશીલ અને ગુપ્ત માહિતીના પુરાવા મળી આવેલ હતા તથા સદર માહિતીના બદલામાં મેળવેલ પૈસાની વિગત તેના બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટમાં મળી આવેલ છે. સદર પુરાવા મળતા નિલેશ બળીયા તથા પાકીસ્તાની મહિલા એજન્ટ દ્વારા BSF ના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામ વિષેની ગુપ્ત અને સંવેદનશીલ માહીતી ગેરકાયદેસર રીતે નાણાકીય વળતર મેળવી આપ-લે કરેલ હોય તેઓ વિરુદ્ધ ઇ.પી.કો ક૧૨૧- ૬-૧૨૩ તથા ૧૨૦-બી ગુજરાત એ.ટી.એસ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!