Sunday, November 9, 2025
HomeGujaratગુજરાત ATSનું સૌથી મોટું ઓપરેશન સફળ:ત્રણ આતંકીઓની ધરપકડ:હુમલાને અંજામ આપવા આતંકી અતિ...

ગુજરાત ATSનું સૌથી મોટું ઓપરેશન સફળ:ત્રણ આતંકીઓની ધરપકડ:હુમલાને અંજામ આપવા આતંકી અતિ ખતરનાક ઝેર બનાવતો હોવાનો ઘટસ્ફોટ

ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે. ISIS સાથે જોડાયેલા ત્રણ આતંકીઓને સફળતાપૂર્વક દબોચી લેવામાં આવ્યા છે. આ ત્રણેય આતંકીઓ પાસેથી ત્રણ પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ મળી આવ્યું છે. આ આતંકીઓનો પ્લાન સાયનાઈડ કરતાં પણ વધારે ખતરનાક ઝેર બનાવવાનો હતો આ આતંકીઓ ઉત્તર પ્રદેશથી આવી રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

એ.ટી.એસ. ગુજરાતને બાતમી મળી હતી કે, ‘હૈદરાબાદનો અહેમદ મોહિયુદિન સૈયદ નામનો માણસ ભારતમાં આતંકવાદી હુમલાને અંજામ આપવાના કાવતરામાં સંડોવાયેલ છે અને હાલ તે આતંકવાદી હુમલાના કાવતરાને પાર પાડવાના ભાગરૂપે ગુજરાતના અમદાવાદ ખાતે આવેલ છે. જે બાતમીના આધારે એ.ટી.એસ. દ્વારા અલગ અલગ ટીમો બનાવી શકમંદને શોધવાની કામગિરી કરતા હતા, જે દરમ્યાન ટેકનિકલ એનાલિસીસ આધારે અમદાવાદ-મહેસાણા રોડ ઉપર આવેલ અડાલજ ટોલ પ્લાઝા આગળ એક સિલ્વર કલરની ફોર્ડ ફિગો કાર રોકતા તેમા ઈસમ અહેમદ મોહિયુદિન સૈયદ મળી આવ્યો હતો તથા તેના કબજામાંથી બે ગ્લોક પિસ્ટલ અને એક બેરેટા પિસ્ટલ તથા ૩૦ જીવતા કારતુસો અને પ્લાસ્ટીકની ૧૦ લીટરની બોટલમાં આશરે ૪ લીટર જેટલુ કેસ્ટર ઓઇલ મળી આવ્યું હતું, ત્યારે પોલીસે આરોપીની પૂછપરછ કરતા ઈસમ અહેમદ મોહિયુદિન સૈયદ એક આતંકી કાર્યવાહીને અંજામ આપવા માટે ઘણો સક્રિય હતો. આ ઈસમને આ હથિયારોનો જથ્થો કલોલ પાસે આવેલ એક સુમસાન જ્ગ્યાથી મળી આવ્યો હતો. અહેમદ મોહિયુદિન સૈયદનો આમિર એક ‘અબુ ખદીજા’ નામનો માણસ હતો. અહેમદ મોહિયુદિન સૈયદ મુજબ અબુ ખદીજા અફઘાનિસ્તાનનો રહેવાસી છે અને આઈ.એસ.કે.પી. સાથે સંકળાયેલ છે. આ સિવાય પણ અહેમદ મોહિયુદિન સૈયદ ઘણા પાકિસ્તાનીઓના સંપર્કમાં રહેલ છે. અહેમદ મોહિયુદિન સૈયદ એક મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માટે રાઈઝિન નામનું અતિશક્તિશાળી ઝેર બનાવતો હતો. જેના માટે આ માણસ દ્વારા જરૂરી રિસર્ચ, સાધન-સામગ્રી, રો-મટીરિયલની ખરિદી તથા પ્રારંભિક કેમિકલ પ્રક્રિયા શરુ કરવામાં આવેલ હતી. આ ઈસમ દ્વારા ચાઈનાથી એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવેલી છે.

અહેમદ મોહિયુદિન સૈયદના મોબાઈલમાંથી મળી આવેલ વિગતો, મોબાઈલ ફોન નંબર અને લોકેશનના આધારે તેને પિસ્ટલ અને કારતુસો ભરેલ બેગ આપનાર ઈસમોને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને ઈસમને હથિયારો ભરેલી બેગ આપી દેશ વિરોધિ પ્રવૃતિમાં મદદ કરનાર ઉત્તરપ્રદેશના અન્ય ૦૨ ઈસમો આઝાદ સુલેમાન શેખ અને મોહમદ સુહેલ મોહમદ સલીમની પણ બનાસકાંઠાથી અટકાયત કરવામાં આવી છે. આ ઈસમોએ પણ આતંકી માનસિક્તા ધરાવનારા છે. આ ઈસમોએ આ હથિયારોનો જથ્થો હનુમાનગઢ, રાજસ્થાનથી લીધો હતો. આ ઈસમોની પ્રારંભિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ લોકો દ્વારા લખનૌ, દિલ્હી અને અમદાવાદની ઘણી સંવેદનસીલ જગ્યાઓની રેકી કરી છે. હથિયારો બાબતે પુછતા આ લોકો જણાવે છે કે, આ લોકોનો આમિર ડ્રોન મારફતે પાકિસ્તાન બોર્ડરથી હથિયારોનો જથ્થો મોકલાવતા હોય છે. જે અંતર્ગત એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે તા. ૦૮/૧૧/૨૦૨૫ ના રોજ ફર્સ્ટ ગુ.ર.નં. ૧૦/૨૦૨૫ હેઠળ પકડાયેલ આરોપીઓ અહેમદ મોહિયુદિન સૈયદ, આઝાદ સુલેમાન શેખ અને મોહમદ સુહેલ મોહમદ સલીમ તથા વોન્ટેડ આરોપી અબુ ખદીજા વિરૂદ્ધ ધ અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ, ભારતીય ન્યાય સંહિતા તથા આર્મ્સ એક્ટની કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી અહેમદ મોહિયુદિન સૈયદને કોર્ટમાં રજુ કરી તા.૧૭/૧૧/૨૦૨૫ સુધીના રિમાંડ મેળવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ કાવતરામાં સંડોવાયેલ અન્ય ઇસમો વિરુદ્ધ વધુ તપાસ ચાલુમાં છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!