Sunday, October 6, 2024
HomeGujaratગુજરાત સાયબર ક્રાઇમ પોલીસે વિદેશમાં ભણવા જતા બાળકોના વાલીઓને જાગૃત કર્યા

ગુજરાત સાયબર ક્રાઇમ પોલીસે વિદેશમાં ભણવા જતા બાળકોના વાલીઓને જાગૃત કર્યા

ગુજરાત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વિદેશમાં ભણતા બાળકોના માતા પિતાને જાગૃત કરવામાં આવ્યા છે. કોઈ અજાણ્યા વ્યક્તિમાં ફોન માંથી કોલ આવે કે તમારા બાળકને ગુન્હાહિત પ્રવૃત્તિ કરી છે કે તેને ડિપોટ કરવામાં આવશે કે તેને કીડનેપ કર્યો છે તેમ કહી ધાક ધમકી આપી પૈસાની માંગણી કરે તો 1930 કરી સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવા જણાવી જાગૃત કરાયા છે.

- Advertisement -
- Advertisement -

દિવસને દિવસે આપણે ટેકનોલોજીનો વધારો કરતા જઈ રહ્યા છીએ ત્યારે બીજી તરફ એ ટેકનોલોજી દ્વારા અનેક લોકો ભોગ બનતા હોય છે. ત્યારે ગુજરાત સાયબર પોલીસ દ્વારા પોતાના બાળકોને વિદેશ ભણવા માટે મોકલતા વાલીઓને જાગૃત કરવા માટે એક મેસેજ આપ્યો છે. જેમાં જણાવ્યું છે કે તમારું બાળક વિદેશ ભણવા જાય તો તમને અજાણ્યા નંબર પરથી કોલ આવે કે તમારો દીકરો ગુન્હાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ છે કે અરેસ્ટ કરવામાં આવે છે કે ડીપોટ કરી દેવામાં આવશે કે બાળકને કીડનેપ કરવામાં આવે તેમ કહી ધાક ધમકી આપી પૈસા માંગી ફ્રોડ કરવામાં આવે છે. જો આવો કોઈ ફોન આવે તો ગભરાયા વિના સાયબર ક્રાઈમ પોલીસ માં 1930 ડાયલ કરી કોલ કરો અથવા વેબ સાઈટ www.cybercrime.gov.in પર જઈ ફરિયાદ દાખલ કરો તેમ ગુજરાત સાયબર ક્રાઇમ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!