મોરબીમાં બાયોડિઝલ વિક્રેતાઓનો રાફડો : રાજ્યભરમાં પોલીસને ગેરકાયદેસર વેચાતા બાયોડીઝલ પર દોરડા પાડવા આદેશ : મોરબીમાં બાયોડિઝલ ના 55 સ્ટેન્ડ થઈ ગયા બિલાડીના ટોપની જેમ વેંચતા બાયોડિઝલ પર ગુજરાત રાજ્યના પોલીસવડા આશિષ ભાટીયા દ્વારા કમર કરવા રાજ્યની પોલીસને સૂચના અપાઈ છે : પોલીસ પાસે તમામ સત્તાઓ છે જ કાર્યવાહી શરૂ કરવા સૂચના
મોરબી સહિત રાજ્યભરમાં રાતોરાત જ બાયોડિઝલ વેચવાનો ક્રેઝ નીકળી પડ્યો છે એટલું જ નહીં અનેક મોટા માથાઓથી લઈને સામાન્ય લોકો સુધીના આ બાયોડિઝલ ના વેપલામાં જોડાઈ ગયાં છે જેમાં મોરબીમાં જુદા જુદા સ્થળોએ મળી 52 થી 55 જેટલા સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા છે જેમાં પોલીસથી લઈને કહેવાતા પત્રકાર તેમજ રાજકીય આગેવાનો પણ ભાગીદાર છે તેમાં કાંઈ ખોટું પણ નથી બજારમાં ચાલતો હોય એ ધંધો સહુ કોઈ કરતા જ હોય છે પણ મોરબીમાં જાણે કોઈ પણ આ ગેરકાયદેસર વેચાતા બાયોડિઝલમાંથી થતા ફાયદાને ચૂકવા ન માંગતું હોય તેમ બાયોડિઝલ વેચાણનો રાફડો ફાટી નીકળ્યો છે જો કે આ બાયોડિઝલ વાહનચાલકોને વહેંચવું ગેરકાયદેસર છે અને એ ગુનો બને છે અને આ વેચાણનો સીધો જ માર પેટ્રોલ પંપ ધારકોને પડે છે તો પેટ્રોલ પમ્પ માલિકોને પણ ડિઝલનું વેચાણ ઘટ્યું છે જેમાં રાજકોટ પેટ્રોલ પમ્પ ના માલિકોએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી આ ગેરકાયદેસર બાયોડિઝલ ને બંધ કરાવી કડક કાર્યવાહી કરવામાં આવે અન્યથા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
જેમાં ગુજરાત રાજ્યના પોલીસવડા આશિષ ભાટીયા એક્શન મોડમાં આવી ગયા છે અને રાજ્યના રેન્જ આઈજીથી લઈને તમામ એસપી સાથે વિડીયો કોંફરન્સ યોજી અને રાજ્યભરમાં ચાલતા ગેરકાયદેસર બાયોડિઝલના વેપલા પર દરોડા પાડવા અને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે આ વીડિયો કોંફરન્સ દરમ્યાન DGP આશિષ ભાટિયાએ અધિકારીઓને સૂચના આપી છે કે રાજકોટ શહેરમાં પોલીસે જેમ બાયોડિઝલના વેંચતા વિક્રેતાઓ પર કાર્યવાહી કરી તેમ તમામ જીલ્લાઓની પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે જેનો રિપોર્ટ પણ DGP કચેરીએ કરવામાં આવે ઉલ્લેખનીય છે કે મોરબીમાં ગેરકાયદેસર બાયોડિઝલ ના વેપલાથી બજારમાં ઓહાપોહ છે જે જોવો તે બાયોડિઝલનો કાળો ધંધો કરવાની જ વાત કરી રહ્યા છે ત્યારે રાજ્યના DGP આશિષ ભાટીયા દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપતા પોલીસ પણ એકશન મોડમાં આવી ગઈ છે જેને લઈને ગેરકાયદેસર બાયોડિઝલ વેંચતા વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
બાયોડિઝલ ટ્રકમાં મોટા ભાગે વપરાય છે જેમાં ડીઝલ કરતા બાયો ડીઝલ સસ્તું પડે છે જેના કીધે ટ્રક ચાલકો આ બાયોડિઝલનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં કરે છે ત્યારે મોરબીની બજારમાં આ બાયોડિઝલનો ભાવ ખરીદ ભાવ 50 થી 55 પ્રતિ લીટર છે જ્યારે વિક્રેતાઓ આ બાયોડિઝલને 60 થી 65 રૂપિયા પ્રતિ લીટરમાં વહેંચે છે જેમાં મોરબીમાં હાલ જુદા જુદા સ્ટેન્ડ પર લાખો લિટર જથ્થો આવ્યો છે ત્યારે આગામી મોરબીમાં પણ પોલીસ કાર્યવાહી કરે તો નવાઈ નહિ,જો કે આ બાયોડિઝલ વેંચતા તત્વો માટે પોલીસની સાથે પુરવઠા વિભાગ અને મામલતદારને પણ રાખવામા આવે છે જેથી જથ્થો ક્યાં પ્રકારનો અને કેટલી માત્રાનો છે નક્કી કરી શકાય