Saturday, April 27, 2024
HomeNewsMorbiમોરબીમાં નવા બસ સ્ટેન્ડ નજીકથી ક્રિકેટ સટ્ટો રમતા એકને પકડી પાડ્યો :...

મોરબીમાં નવા બસ સ્ટેન્ડ નજીકથી ક્રિકેટ સટ્ટો રમતા એકને પકડી પાડ્યો : બીજાની શોધખોળ

મોરબીમાં નવા બસ સ્ટેન્ડ નજીકથી ક્રિકેટ સટ્ટો રમતા એકને પકડી પાડ્યો : બીજાની શોધખોળમોરબી એલસીબી ટિમ દ્વારા હાલ ચાલી રહેલ IPL T20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક યુવાનને ઝડપી પાડ્યો છે જ્યારે બીજા એકનું નામ ખુલતા તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એ ડિવિઝન પોલીસમથકથી મળતી માહિતી મુજબ ગઈકાલ મોરબી એ ડિવિઝન પોલીસમથકે એલસીબીના ભરત ઘેલાભાઈ જીલરીયા એ નવા બસ સ્ટેન્ડ નજીક આવેલા દેવ પાનની બાજુમાં ગઈકાલે ચાલી રહેલ IPL T 20 સીરીઝ KKR તથા RR ના મેચ પર રનફેર જુગારની હારજીત કરી રહેલા આરોપી વિશાલ રાજેશભઈ રાજદેવ ઉવ ૨૭ રહે.ગ્રીનચોક સાંકડી શેરી મોરબી વાળાને રંગે હાથ દબોચી લીધો હતો અને આ રનફેરની કપાત ક્યાં કરાવતો હતો એ તપાસમાં કિશન જશાભાઈ કાનગડ રહે.યદુનંદન સોસાયટી મોરબી વાળાનું નામ ખુલતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગરધારાની કલમ હેઠળ ગુનો નોંધી એક મોબાઈલ ફોન કીમત રૂ.૫૦૦૦/- અને રોકડા રૂપિયા ૭૫૦/- મળી કુલ ૫૭૫૦/- ના મુદામાલ સાથે ધરપકડ કરી અને બીજા આરોપી કિશન જશાભાઈ કાનગડ ની ધરપકડ કરવા શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!