ગઈકાલે ગાંઘીનગર ખાતે ગુજરાત ગેસના M D મીલીન તોરવણે સાથે મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, કીરીટભાઈ પટેલ, પુર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તેમજ પોલીપેકના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પનારા દ્વારા બેઠક યોજવામાં આવી હતી. અને હાલ આંતરરાષ્ટ્રીય બજારમા સ્પોટ ભાવ ખુબ જ ઘટી ગયા હોવાથી રૂ. ૮.૦૦ થી ૧૦.૦૦ ગેસના ભાવ ઘટાડવા બાબતે ચર્ચા વિચારણા કરાઇ હતી. જે બાબતે ટૂંક સમયમાં નિર્ણય કરી ઉધોગપતિઓને ઘટાડા નો પૂરતો લાભ આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પરંતુ ગુજરાત ગેસ કંપનીએ ક્રીમ આપવાની ખાતરી આપીને લોલીપોપ પકડાવી દીધી હોય તેવું હાલ લાગી રહ્યું છે. ૮-૯ રૂપિયાના ભાવ ઘટાડાની માંગ સામે માત્ર ત્રણ રૂપિયાનો ઘટાડો આપવામાં આવતા સિરામિક ઉધોગકારોમાં રોષ ફેલાયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સિરામિક એસોસિએશન પ્રમૂખ, પૂર્વ પ્રમૂખ તેમજ પોલીપેકના પૂર્વ પ્રમૂખ સહિતના ઉધોગપતિઓએ ગાંધીનગર ખાતે ગુજરાત ગેસના એમડી સાથે બેઠક કરી હતી અને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ભાવ ઘટી ગયા હોવાથી તેનો સીધો લાભ વેપારીઓને આપવા રજૂઆત કરી હતી. જે બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત ગેસના એમડીએ જણાવ્યું હતું કે આતંરરાષ્ટ્રીય ભાવને ઘ્યાનમા રાખીને સારો એવો ભાવ ઘટાડો કરવામાં આવશે તેમજ હાલ આંતરરાષ્ટ્રીય બજારમા સ્પોટ ભાવ ખુબજ નીચા હોવાથી તેનો લાભ સીરામીક ઈન્ડસ્ટ્રીઝને લાંબા સમય સુઘી મળી રહે તે માટે લોંગ ટમઁના ગેસ એગ્રીમેન્ટ કરવા બાબતે પણ ચચાઁઓ કરવામાં આવી હતી, જે બાબતે ગુજરાત ગેસ MDના જણાવ્યા મુજબ લોંગ ટમઁ એગ્રીમેન્ટ માટે ટુંક સમયમા પ્રક્રીયા શરુ કરાશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. પરંતુ ગુજરાત ગેસ કંપનીએ ક્રીમ આપવાની ખાતરી આપીને લોલીપોપ પકડાવી દીધી હોય તેવું હાલ લાગી રહ્યું છે. ગુજરાત ગેસના જુના ભાવ રૂ.૪૫.૧૮ હતા. જેમાં આજે 3 રૂપિયાનો ઘટાડો રૂ. ૪૨.૧૮ ભાવ કરવામાં આવ્યો છે.ત્યારે માર્કેટ મુજબ ૧૨-૧૫ ઘટાડાની જગ્યા સામે એસોસિએશને ૮-૯ ઘટાડાની માંગણી કરી હતી જેની સામે માત્ર ૩ રૂપિયાનો ઘટાડો આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આંતર રાષ્ટ્રીય બજાર છેલ્લા ૬ વર્ષના તળિયે છે. સ્પોટ માર્કેટ ૮-૯ ડોલર છે. છતાં ગેસ કંપનીએ આજે ૧૭ ડોલર લેખે ૪૨.૧૮ ભાવ કરતા સિરામિક ઉધોગકારોમાં રોષ ફેલાયો છે.