Friday, January 10, 2025
HomeGujaratમોરબી કોર્ટમાં જામીન મામલે ખોટુ સોલવંશીનું પ્રમાણ પત્ર રજુ કરનાર આરોપીના જામીન...

મોરબી કોર્ટમાં જામીન મામલે ખોટુ સોલવંશીનું પ્રમાણ પત્ર રજુ કરનાર આરોપીના જામીન મંજુર કરતી ગુજરાત હાઈકોર્ટ

વાંકાનેર સીટી પોલીસે ગુન્હામાં રાજુભાઈ બુટાભાઈ ફાંગલિયાનું હિટાચી મશીન કબજે કરેલ હતું. જે મશીન ને છોડાવવા માટે હાઈકોર્ટના હુકમ મુજબ સોલવંશી જામીન મોરબી કોર્ટમાં રજૂ કરવાનો હુકમ હોય જેથી ત્રણ આરોપીઓએ ભેગા મળી આરોપી દિનેશભાઇ વાઢેરનો નામનનું ખોટું સોલવંશીનો દાખલો નાયબ મામલતદાર ના ખોટા સિક્કા અને સહી કરી બોગસ ઊભો કરી મોરબી કોર્ટમાં રજૂ કરતાં પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતોંજે ગુનામાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.જે મામલે હાઈકોર્ટના વિદ્વાન  ધારાશાસ્ત્રી કૃષ્ણરાજ સિંહ ડી.ચૌહાણ દ્વારા આરોપીઓ તરફે બચાવ પક્ષે ધારદાર દલીલો કરવામાં આવતા પુરાવાઓ અને હાલ એક આરોપીના જામીન ગુજરાત હાઈ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૧૯/૦૪/૨૦૨૩નાં રોજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબી કોર્ટના હુકમથી એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં દિનેશભાઈ ભાણજીભાઇ વાઢેર, રાજુભાઈ બુટાભાઇ ફાંગલીયા તથા દેવેન્દ્રભાઇ નાથાભાઈ પંડયા દ્વારા હિટાચી છોડાવવા માટે નાયબ મામલતદાર ના સહી અને સિક્કા વાળો સોલવંશીનો ખોટો મોરબી કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જે મામલે મોરબી કોર્ટને શંકા પડતાં દ્વારા આ રજૂ થયેલ દસ્તાવેજ ચકાસવાનો આદેશ કરવામાં આવ્યો હતો જે આ પ્રમાણ પત્ર બોગસ હોવાનું સામે આવતા આઇપીસી ની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો જેમાં વાકાનેર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓની ધરપકડ કરી બાદમાં જલે હવાલે કર્યા હતા . જે મામલે હાલ જેલમાં બંધ આરોપીઓ પૈકી દિનેશભાઈ ભાણજીભાઇ વાઢેર દ્વારાં ધારાશાસ્ત્રી કૃષ્ણરાજ સિંહ ડી.ચૌહાણ  મારફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં પુરાવાઓ અને ધારદાર દલીલોને ધ્યાને લઇ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપી દિનેશભાઈ ભાણજીભાઇ વાઢેરની જામીન અરજી મંજુર કરવામાં આવી હતી અને આ કાર્યવાહીમાં ધારાશાસ્ત્રી કૃષ્ણરાજ સિંહ ડી.ચૌહાણ રોકાયેલા હતા આ કિસ્સામાં આરોપીઓ ના બચાવ પક્ષે મોરબીમાં યુવા ધારાશાસ્ત્રી ધારા કુંડારિયા પણ રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!