Monday, November 18, 2024
HomeGujaratગુજરાત પોલીસના યુનિફોર્મની ડિઝાઇન-મટીરીયલ બદલાશે: તમામ પાસાઓને ધ્યાને રાખીને નવા ડ્રેસકોડની ડીઝાઈન...

ગુજરાત પોલીસના યુનિફોર્મની ડિઝાઇન-મટીરીયલ બદલાશે: તમામ પાસાઓને ધ્યાને રાખીને નવા ડ્રેસકોડની ડીઝાઈન પર કામ શરૂ

બ્રિટિશ શાસન વખતથી પોલીસનો ગણવેશ ખાખી કલરનો છે. ત્યારે હવે સરકારે પોલીસના ખાખી યુનિફોર્મમાં કલર અને ડિઝાઈન ઉપરાંત કાપડમાં ફેરફાર કરવાની યોજના પર કામગીરી શરૂ કરી દીધી છે. હવે આગામી દિવસોમાં ગુજરાત પોલીસ નવો ડ્રેસ કોડ ધારણ કરે તો ચોકશો નહિ.

- Advertisement -
- Advertisement -

ગુજરાત પોલીસ પહેરવેશના નવા કલર સાથે જોવા મળશે. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ મોર્ડનાઇઝેશન દ્વારા પોલીસના વર્તમાન ડ્રેસને બદલવાની ભલામણ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને એનઆઇડી દ્વારા આ પહેરવેશને લઈને ખાસ રિસર્ચ અને સર્વે કરવામાં આવ્યો હતો ખાખી પહેરવેશની સાથે ટેરીકોટનના કપડા ઉનાળાની આકરી ગરમીમાં અગવડ રૂપ બને છે આથી પોલીસનો ડ્રેસ બદલવા અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેને ધ્યાનમાં રાખીને આવતા દિવસોમાં ગુજરાત પોલીસ ખાખી ડ્રેસને બદલે નવી ડિઝાઇનવાળા આકર્ષક ડ્રેસમાં જોવા મળી શકે છે.ગાંધીનગર સહિત પાંચ જિલ્લાના સાત હજાર પોલીસકર્મીનો સર્વે હાથ ધરાયો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, હાલની વરદીથી મહિલાને સૌથી વધુ મુશ્કેલી પડતી હોય છે. સરકારે પોલીસના ખાખી યુનિફોર્મનાં કલર અને ડિઝાઈન ઉપરાંત કાપડમાં ફેરફાર કરવાની યોજના ઉપર કામગીરી શરૂ કરી દીધી છે. જે અન્વયે જાણીતી અનંત નૅશનલ યુનિવર્સિટીનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ભવ્યા રાણા અને તેમની ટીમ દ્વારા સર્વે કરી રહ્યું છે. ગુજરાતના ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લાના ૩૫ થી વધુ શહેરોમાં ફરજ બજાવતા વિવિધ રેન્કનાં સાત હજારથી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓનો હાલ સર્વે કરાઈ રહ્યો છે. તેમજ પોલીસ યુનિફોર્મની ખાસ ડિઝાઈન તૈયાર કરી દેવામાં આવી છે. જે ડિઝાઈનને સરકારની લીલીઝંડી મળતાં આગામી સમયમાં પોલીસ નવા રૂપ રંગના યુનિફોર્મમાં જોવા મળશે. ખાસ કરીને નવી ડિઝાઈનનો યુનિફોર્મ મહિલા પોલીસ કર્મચારી માટે આશીર્વાદરૂપ નીવડશે. નવા યુનિફોર્મની ડિઝાઈન ફેબ્રિક કાપડમાંથી તૈયાર કરાઈ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. જેનો રંગ ટોન થોડો ડાર્ક એટલે કે સૈનિકો વરધી મુજબ હશે. ત્યારે આ કાપડ પણ ૩૦૦ થી ૩૫૦ રૂપિયે મીટરની કિંમતે મળી રહેશે. આ માટે વિવિધ ઉંમર, અલગ અલગ રેન્ક તેમજ ઝાડા પાતળા પોલીસ કર્મચારીઓને અનુરૂપ ડિઝાઈન તૈયાર કરાઈ છે.
અધિકારીઓના બુટની ડિઝાઈન પણ બદલાશે. તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટમાં મહિલા કર્મચારીઓ હાલની વરધીનાં કારણે અનકન્ફર્ટ ફીલ કરે છે. પ્રેગ્નન્સી, પિરિયડ તેમજ હોર્મોન્સનાં કારણે મહિલા કર્મચારીઓનું શરીર વધતું ઘટતું રહેતું હોય છે. આવા સંજોગોમાં મહિલા કર્મચારીઓ મોર્ડન સલવાર કુર્તા પહેરી શકે એમ નથી. જેથી મહિલા પોલીસ કર્મચારીઓને ધ્યાને રાખીને ગ્લોબલી ક્લાઈમેટ, ગરમીથી રાહત મળે એ પ્રકારની ડિઝાઇન તૈયાર થશે. જેમાં મહિલા કર્મચારીઓ પ્રેગ્નન્સી અને પિરિયડસ સમયે પણ વર્દી પહેરી શકે એ પ્રકારની ડિઝાઇન બનાવવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!