કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સંગઠન મજબુતિકરણની દિશામાં સતત આયોજન રીતે કામગીરી થઈ રહી છે. હાલમાં રાષ્ટ્રીય ઓબ્ઝર્વરોના પ્રવાસ બાદ પક્ષમાં વિશ્વાસનો માહોલ ઊભો થાય તે દિશામાં કાર્યકરોને માર્ગદર્શન આપવા તથા સંગઠનમાં વધુ જોમ અને જુસ્સો લાવવા જમીની સ્તરના કર્યો કરવામાં આવી રહ્યા છે. જે વચ્ચે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ મોરબી જીલ્લાની મુલાકાતે આવ્યા હતા.
શક્તિસિંહ ગોહિલનું આજરોજ સવારે ૧૧ આવ્યે મોરબી જીલ્લામા આગમન થયું હતું. ત્યારબાદ માળીયા તાલુકાના મોટા દહિંસરા ગામે શક્તિસિંહ ગોહિલ દ્વારા મોમાઁઈ માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ મુલાકાત લઈ માઁ ના દર્શન કરી મોટા દહિંસરા ખાતે આવેલ આહિર વિર ભોજાબાપાની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા અને વવાણીયા રામબાઈ માઁ મંદિર ખાતે દર્શન કરી આહિર સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી ત્યારબાદ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીની જન્મભૂમિ પર જઈ દર્શન કર્યાં હતા.