મોરબીના ગૌરક્ષકો દ્વારા કચ્છ તરફથી માળિયા થઈને મોરબી-રાજકોટ માર્ગે જતા એક ટ્રકને ભરતનગર નજીક રોકી ટ્રકમાં તપાસ કરતા 26 જેટલા પાડાઓને કતલ કરવાના ઈરાદે લઇ જવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળતા પશુઓને બચાવી બે આરોપીઓને પોલીસ હવાલે કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી-ગુજરાત, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની અને ગૌરક્ષા કચ્છ તથા મોરબીના કાર્યકરોને આજ રોજ બાતમી મળી હતી કે, કચ્છ બાજુથી માળીયા તરફ એક GJ13AX6891 નંબરનું ટ્રક માળીયા મોરબી થઈને રાજકોટ જઈ રહ્યું છે. જેમાં અબોલ જીવોને કતલ કરવાના ઇરાદે લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે બાતમીનાં આધારે મોરબી ગૌરક્ષક વોચમાં બેઠા હતા. ત્યારે ટ્રક મોરબી હાઇવે માળીયા બાજુથી જઈ રહ્યો હતો. જેને પોલીસની મદદથી ભરતનગર નજીક રોકીને તેમાં ચેક કરતા 26 જેટલા પાડા મળી આવતા વાહનમાં સવાર બે ઈસમોની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, કચ્છનાં કનૈયાબેન પાસેથી આ પાડા ભરી અને રાજકોટ હાજીનાને ત્યાં કતલ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે ગૌરક્ષકોએ મોરબી પાંજરાપોળમાં મોકલી બંને આરોપીઓને મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે.









