ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસએશનની સામાન્ય સભા અમદાવાદ ખાતે યોજાઇ હતી.જેમાં આગામી ચાર વર્ષના હોદેદારોની વરણી કરવામાં આવી હતી.જેમાં ફરી એક વખત પ્રેસિડેન્ટ તરીકે સંસદ સભ્ય પરિમલ નથવાણીની અને સેક્રેટરી તરીકે મૂળરાજસિંહ ચુડાસમાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
અમદાવાદની નોવેટલ હોટેલ ખાતે ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશનની સામાન્ય સભા તા. ૧/૦૭/૨૦૨૫ ના રોજ મળી હતી. જેમાં આગામી ચાર વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રેસિડેન્ટ તરીકે ફરી એકવાર નવી ટર્મના સંસદસભ્ય પરિમલભાઈ નથવાણીની અને સેક્રેટરી તરીકે મૂળરાજસિંહ ચુડાસમાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત ફુટબોલએ રાષ્ટ્ર ક્ષેત્રે છલાંગ લગાવી છે. ત્યારે આવનારા દાયકામાં ગુજરાત ભારતમાં અગ્રેસર બની રહે તેવા પ્રયાસ કરવામાં આવશે. જે દરમીયાન આશરે પંદર જેટલા ૨૦૨૫ના એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ જામનગરના લેડી કોચ ફેલસીના મીરાંડાને બેસ્ટ વિમેન કોચ ઓફ ગુજરાત તરીકેનો એવોર્ડ એનાયત કરાયો હતો. મોરબીના સેક્રેટરી જીતુભાઈ રબારીને ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશનની મીડિયા કમિટીમાં નિમણૂક કરાઈ હતી. તેમજ મોરબી ફૂટબોલ કોચ મુસ્તાકભાઈ સુમરાને ગુજરાત ગ્રાસ રૂટ ફૂટબોલ પ્રોગ્રેશ કમિટીમાં નિમણૂક કરવામાં આવી હતી