સમગ્ર ગુજરાત પંથકમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ તા. 3 થી 8 સપ્ટેમ્બર સુધી શરૂ થશે અને રાજ્યને પાણી પાણી કરી દેશે તેવી આગાહી વેધરમેન અંકિત પટેલ દ્વારા કરવામાં આવી છે. જે રાઉન્ડમાં ગાજ વિજ સાથે વરસાદ સમગ્ર ગુજરાત પંથકમાં પડશે.
મળતી માહિતી અનુસાર, વેધરમેન અંકિત પટેલ દ્વારા ફરી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે પૂર્વ વિદર્ભ અને સંલગ્ન વિસ્તારો પર રહેલું ડિપ્રેશન નબળું પડીને વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાયું છે જે સાંજે 5:30 વાગ્યે વિદર્ભ(મહારાષ્ટ્ર)ના મધ્ય ભાગો પર રહેલું હતું. જે આગામી કલાકોમાં ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે તેમજ આગામી 24 કલાકોમાં વધુ નબળું પડી લો પ્રેશરમાં ફેરવાશે તેવી સંભાવના છે. મોનસૂન ટ્રફ સામાન્ય સ્થિતિ કરતાં દક્ષિણમાં છે. શેર ઝોન દરિયાઈ લેવલની સાપેક્ષે 3.1 થી 5.8 km ની ઊંચાઈ વચ્ચે 20 N આસપાસ સક્રિય છે. વેલ-માર્ક લો પ્રેશર આગામી કલાકોમાં વધુ નબળું પડી લગભગ લો પ્રેશર અને ત્યારબાદના કલાકોમાં વધુ નબળું પડી UAC રૂપે સક્રિય રહેશે. UAC ઉત્તર ગુજરાત/દક્ષિણ રાજસ્થાન/પશ્ચિમ મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ 3-4 દિવસો સુધી સક્રિય રહી શકે તેવી સંભાવના છે. તેણે વધુના જણાવ્યું છે કે આગામી 8 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે મધ્યમથી અતિભારે વરસાદ પડશે. જે દરમિયાન ગુજરાત અને સંલગ્ન સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહે તેવી સંભાવના છે. જેમાં સમગ્ર ગુજરાતના વિસ્તારો એટલે કે ઉત્તર, પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ સંલગ્ન સૌરાષ્ટ્ર અને કચ્છના પૂર્વ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહશે. 3 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ, પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે. ગુજરાતના વિસ્તારોને સ્નલગ્ન સૌરાષ્ટ્ર/કચ્છના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ રાઉન્ડમાં રાજ્યમાં ઘણા વિસ્તારોમાં તીવ્ર થંડરસ્ટોર્મ એટલે કે ગાજવીજની સંભાવના વ્યક્ત કરી છે તેથી સાવચેતી રાખવી તેવી પણ સૂચના આપી છે.