અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટમાં આવેલ પારસીપેની ટાઉનમાં છપૈયાધામ ખાતે ગુજરાતીઓ દ્વારા દીવાળી પર્વની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હનુમાન પૂજા, આરતી, ફળનો અન્નકુટ ઉત્સવ ઉજવાયો હતો. જેમાં ચોપડા પૂજન, બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને કીર્તન રજૂ કરવામાં આવ્યા હતા.
અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટમાં આવેલ પારસીપેની ટાઉનમાં છપૈયાધામ ખાતે મૂળ મોરબીના પરિવાર તેમજ ગુજરાતીઓ દ્વારા દીવાળી પર્વની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં હનુમાન પૂજા, આરતી અને અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરાઇ હતી. તેમજ ચોપડા પૂજન, બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને કીર્તન રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે દિવાળીની હનુમાન ચરિત્ર કથામાં શાસ્ત્રી અભિષેક સ્વામીએ ચોપડા પૂજનની વિધિ કરાવી હતી. શાસ્ત્રી અભિષેક મહારાજે સુગ્રીવ રાજાને ભગવાન શ્રી રામ સાથે મિલાપ અને મદદ કરવા સુધી કથા, હનુમાન મહારાજે સીતામાતાની શોધ લઈને રાવણ રાજને વિવેક બળનું જ્ઞાન કરાવ્યું અને જડીબુટ્ટી લાવી વગેરે જેવા પ્રસંગોનું કથાના સ્વરૂપે રસપાન કરાવ્યું હતું.
તેમજ અભિષેક શાસ્ત્રીએ અમેરિકામાં રહેતા ગુજરાતીઓને ટકોર કરી હતી કે કોઈ અમેરિકા આપને પ્રથમ વાર એરપોર્ટ પર લેવા આવે તેને, રહેવાની સગવડ કરી આપી તેને તથા નોકરીની વ્યવસ્થા કરી આપે તેને ભૂલવા જોઈએ નહીં.
જેમાં હનુમાન કથાના દાતા તરિકે ડૉ. મોહિનીબેન પરેશભાઈ, ભગવાનના વાઘાના દાતા પ્રણવ પરેશ હાલોલ હતા. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા મૂળ ખાખરેચીના ગુણવંતભાઈ આરદેસણા તેમજ ઠાકોર ભંડારી, પંકજ કરજીસણ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.