વાંકાનેર સીટી પોલીસને મોટી સફળતા મળી છે. વાંકાનેર સીટી પોલીસ દ્વારા વાંકાનેર રાજકોટ રોડ, ગોકુલનગર સોસાયટી સામેથી આંઠ ઈસમોને ડોકટરને લુંટી લેવા ધાડ પાડવાના ઇરાદે પ્રાણઘાતક હથિયાર ધારણ કરી લુંટ,ધાડ, અપહરણ કરી ખંડણી વસુલવા સારૂ ગુનો કરવાની તૈયારી કરતા હોય જેઓને રંગે હાથ ઘાતકી હથિયારો સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તેઓને બાતમી મળેલ કે, રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના ઈસમે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા સિધ્ધાર્થ ઉર્ફે રોહીત ફૂલાભાઇ સાબળે, રાજેશ કેદારપ્રસાદ રામાણી, સાંઇ ઉર્ફે સુર્યા સુનિલ સકટ, વિશાલ નારાયણ સોનવણે, વરૂણ ઉર્ફે ગોલ્લુ સંજય શર્મા તથા અનીલ ઉર્ફે અલબટ લાહાનીયા જીંબલ સાથે મળી ગુનાહિત કાવતરૂ રચી આર્યુવૈદિક દવાના વ્યવસાય સાથે સંકડાયેલ ડોકટરને લુંટી લેવા ધાડ પાડવાના ઇરાદે પ્રાણઘાતક હથિયાર ધારણ કરી લુંટ,ધાડ, અપહરણ કરી ખંડણી વસુલવા સારૂ ગુનો કરવાની તૈયારી કરી સમાન ઇરાદો પાર પાડવા ભેગા મળી ગેંગ બનાવી હાલ વાંકાનેર રાજકોટ રોડ, ગોકુલનગર સોસાયટી સામે, રોડ ઉપર હોય જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઈસમોને એક પીસ્તોલ, ૬ જીવતા કાર્ટીસ, એક ખાલી મેગ્જીન, એરગન એક, ૪ છરી, ૦૨ લાકડાના ધોકા, ૦૮ મોબાઇલ ફોન, જીયો કંપનીનું એક ડોંગલ તથા ૦૨ સ્કોર્પીયો ગાડી મળી કૂલ રૂ.૨૫,૫૨,૪૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ આરોપીઓની પુછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત આપી હતી કે વાંકાનેરમાં આવેલ વાળંદ સમાજની વાડીમાં રહેલ આયુર્વેદિક ડોકટર ભરતસિંહ રાજપૂત ને ત્યાં ધાડ પાડી લૂંટવાનો ઈરાદો હતો તેમજ જો કઈ ન મળે તો ડોકટર ને અપહરણ કરી ને લઇ જઇ ખંડણી માંગવાના હતા.હાલ વાંકાનેર સીટી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.